નવી દિલ્હીઃ બૉલીવુડની હૉટ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી અને તેના પતિ રાજ કુન્દ્રાનુ નામ કથિત રીતે છેતરપિંડીના એક મામલામા સામે આવ્યુ છે. આ વખતે આ સોનાનો વેપાર કરનારી કંપન સતયુગ ગોલ્ડ પ્રાઇવેટ લિમીટેડ (એસજીપીએલ) સાથે જોડાયેલો છે, આના તે પૂર્વ નિર્દેશક છે.

હાલ મુંબઇમાં રહેનારા એક વેપારી સચિન જે જોશીએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે, અને દાવો કર્યો છે કે, તેમને કથિત રીતે પહેલા લાલચ આપવામાં આવી હતી અને ત્યારબાદ વર્ષ 2014ની આસપાસ શરૂ કરવામાં આવેલી એસજીપીએલની સતયુગ ગોલ્ડ સ્કીમ દ્વારા છેતરપિંડી કરી હતી.



વેપારી સચિને મુંબઇમાં ખારમાં આવેલા પોલીસ સ્ટેશનમાં એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી, રાજ કુન્દ્રા અને ગણતપિ ચૌધરી, મોહમ્મદ સૈફી સહિત એસજીપીએલના અન્ય અધિકારીઓ વિરુદ્ધ છેતરપિંડીનો કેસ નોંધાવ્યો છે.

જોશીના કહેવા પ્રમાણે, સતયુગ ગોલ્ડ સ્કીમમાં પાંચ વર્ષની ગોલ્ડ સ્કીમ અંતર્ગત ખરીદદારોને ડિસ્કાઉન્ટ રેટ પર સુતયુગ ગોલ્ડ કાર્ડ આપવામાં આવ્યુ હતુ, અને પાંચ વર્ષ બાદ સોનાની એક સોનાની એક નિશ્ચિત માત્રાની કિંમત આપવાનો વાયદો કર્યો હતો. પણ તે પ્રમાણે થયુ નથી, અને કરોડો રૂપિયાની છેતરપિંડી થઇ છે.