અથિયાની તસવીર પર કેએલ રાહુલની કૉમેન્ટ....
એક્ટ્રેસ અથિયા શેટ્ટીએ તાજેતરમાં જ પોતાના ઓફિશિયલ ઇનસ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાની એક બ્યૂટિફૂલ તસવીર શેર કરી છે. તેની આ ગ્લેમરસ તસવીર પર કેએલ રાહુલે પણ કૉમેન્ટ કરી છે. કેએલ રાહુલે કૉમેન્ટ સેક્શનમાં એક ઇમૉજી શેર કરી છે, જેનાથી અંદાજો લગાવી શકાય છે કે તે અથિયાની આ તસવીરને ખુબ પસંદ કરી રહ્યો છે.
બન્નેના અફેરની ખબરો પણ છે. થોડાક દિવસો પહેલા કેએલ રાહુલની સાથે અથિયાની આ તસવીર સામે આવી હતી, આને જોઇને બન્ને એકબીજાને ડેટ કરી રહ્યાં હોવાની અટકળો પણ શરૂ થઇ હતી.
ઇન્સ્ટાગ્રામ પર અથિયાએ જે તસવીર શેર કરી છે, જે તેના કોઇ ફોટોશૂટની લાગી રહી છે. આ તસવીરમા અથિયા થાઇ સ્લિટ ડ્રેસ પહેરીને દેખાઇ રહી છે, અને ખુબ ફ્લૉઇ પણ છે. અથિયાએ પોતાના આ ડ્રેસને મેચ કરતા લાઇટ મેકઅપ પણ કર્યો છે. તેની આ તસવીર ફેન્સને ખુબ પસંદ આવી રહી છે.