મુંબઇઃ બિગ બૉસ-14ની શરૂઆત થઇ ચૂકી છે. મીડિયા રિપોર્ટ છે કે ગુજરાતી અને ભોજપુરી એક્ટ્રેસ સપના સપ્પુ બિગ બૉસ-14માં વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી કરશે. એક્ટ્રેસ બૉલીવુડમાં પોતાના બૉલ્ડ અવતારથી દરેકને ચોંકાવી ચૂકી છે. હવે તે બિગ બૉસ-14ના ઘરમાં આવવાની છે. તેની વેબ સીરીઝ સપના ભાભી પણ ખુબ ચર્ચિત રહી છે.

સપના સપ્પુ વિશે બહુ ઓછા લોકો જાણે છે, સપના સપ્પૂ એક ગુજરાતી અને ભોજપુરી અને બૉલીવુડની એક્ટ્રેસ છે. સપનાનુ અસલી નામ ઝરીન શેખ છે. તેને 200થી વધુ બૉલીવુડ, ગુજરાતી, ભોજપુરી ફિલ્મમાં કામ કર્યુ છે. તેની ઇમેજ એક બી ગ્રેડ એક્ટ્રેસની છે. સપના સપ્પુએ વર્ષ 2013માં ગુજરાતી બિઝનેસમેન રાજેશ ગોયલ સાથે લગ્ન કરી લીધા હતા, અને તેને એક દીકરો પણ છે. જોકે, હવે તે પોતાના પતિથી અલગ થઇ ચૂકી છે. તે પોતાના દિકરા સાથે મુંબઇમાં રહી રહી છે, તેના દીકરાનુ નામ ટાઇગર છે, જે 5 વર્ષનો છે. ખાસ વાત છે કે સપના પોતાના પતિ રાજેશ ગોયલ સાથે છુટાછેડાનો કેસ લડી રહી છે.





સપનાએ 80ના દાયકામાં બૉલીવુડમાં ધમાલ મચાવી હતી, તેને સેક્સ સિમ્બૉલ તરીકે પોતાની ઓળખ ઉભી કરી હતી, સપનાએ સ્ટાર એક્ટર મિથૂન ચક્રવર્તી સાથે કેટલીય ફિલ્મો કરી હતી.



જોકે, બાદમાં રાજેશ ગોયલ સાથે લગ્ન કર્યા અને પછી તે ગુજરાતમાં શિફ્ટ થઇ ગઇ હતી. તેને અભિનય કેરિયરને પણ છોડી દીધી હતી. તેની એરૉટિક વેબસીરીઝ સપના ભાભી ખુબ ચર્ચિત અને વિવાદિત રહી હતી.