સિંગર ગુરુ રંધાવાની સગાઈ થઈ હોવાના અહેવાલ છે. ગુરુએ એક શંકાસ્પદ યુવતી સાથે એક તસવીર શેર કરી છે અને તેમણે એક નવી શરૂઆતની વાત પણ કરી છે. ગુરુ રંધાવાની સગાઈ સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની છે. ગુરુએ એક મહિલા સાથે ફોટો શેર કર્યો છે. આ યુવતીનો ચહેરો નથી જોવા મળી રહ્યો. અંદાજ છે કે ગુરૂ આ યુવતી સાથે લગ્ન કરવાનું પ્લાનિંગ બનાવી રહ્યા છે.



સોશિયલ મીડિયા પર ગુરૂ રંધાવાની આ તસવીર વાયરલ થયા બાદ સેલેબ્સ પણ કોમેન્ટ કરતા જોવા મળ્યા હતા. ગુરૂની આ તસવીર પર નોરા ફતેહી અને અહાના કુમારાએ શુભેચ્છા આપી હતી. હાલ તો કંઈ ખાસ આ વિશે ખબર નથી પડી. મીડિયા રિપોર્ટ અનુસાર કહેવામાં આવી રહ્યું છે કે ગુરૂ પોતાના નવા આલ્બમનો પ્રચાર પ્રસાર કરી રહ્યા છે.

ગુરુ રંધાવાએ પાટોલા, હાઈ રેટેડ ગબ્રુ, સૂટ સૂટ, બન જા તુ મેરી રાની, લાહોર દી જેવા અનેક ગીતો ગાયા છે. તાજેતરમાં જ તેમનો નવો વીડિયો ડાન્સિંગ માય ક્વીન પણ રિલીઝ થયો છે.