મજૂરોની મદદ કરનારા સોનુ સૂદને લોકો ગણાવે છે 'ભગતસિંહ', ગુરુ રંધાવાએ શેર કરી તસવીર
એબીપી અસ્મિતા વેબ ટીમ | 31 May 2020 10:54 AM (IST)
તસવીરમાં સોનુ સૂદ ભગતસિંહના રૂપમાં દેખાઇ રહ્યો છે. તેને લખ્યું- પ્રેમ અને સન્માન સોનુ પા જી, તમારી પાસેથી ઘણુબધુ શીખવા મળ્યુ
નવી દિલ્હીઃ પ્રવાસી મજૂરોની મદદ કરનારા અભિનેતા સોનુ સૂદને લોકો મસીહા ગણાવી રહ્યાં છે. હવે પ્રસંશા કરવાના આ લિસ્ટમાં પંજાબી સિંગરનુ નામ જોડાઇ ગયુ છે. તેને સોનુ સૂદની એક તસવીર ભગતસિંહ તરીકે શેર કરી છે. સોનુ સૂદને સન્માન આપવા માટે સિંગર ગુરુ રંધાવાએ સોશ્યલ મીડિયા પર પોતાની ભાવનાઓને જાહેર કરી છે. લૉકડાઉન બાદ મુંબઇમાં ફસાયેલા યુપી, બિહારના મજૂરો માટે મસીહા બનીને ચર્ચમાં આવેલો અભિનેતા સોનુ સૂદ લોકો માટે હીરો સાબિત થયો છે. શિલ્પા શેટ્ટી બાદ હવે પંજાબી સિંગર ગુરુ રંધાવાએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર સોનુ સૂદની એક તસવીર શેર કરી છે, અને પ્રસંશા કરી છે. તસવીરમાં સોનુ સૂદ ભગતસિંહના રૂપમાં દેખાઇ રહ્યો છે. તેને લખ્યું- પ્રેમ અને સન્માન સોનુ પા જી, તમારી પાસેથી ઘણુબધુ શીખવા મળ્યુ.
સોનુની ભગતસિંહના રૂપમાં વાયરલ થઇ રહેલી તસવીર તેની 2012 ફિલ્મ શહીદ-એ-આઝમની છે. ડાયરેક્ટર સુકુમારની ભગતસિંહ પર બનેલી ફિલ્મ 2012માં સિનેમાના પદડા પર આવી હતી. ફિલ્મમાં સોનુ સૂદે વતનની આઝાદીના હીરો ભગતસિંહની ભૂમિકા નિભાવી હતી.