Amitabh Bachchan Birthday Wishes: આજે બોલિવૂડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચનનો જન્મદિવસ છે. અમિતાભ 11 ઓક્ટોબર, 2022, મંગળવારે 80 વર્ષના થઈ ગયા છે. અમિતાભ છેલ્લા પાંચ દાયકાથી લોકોના દિલ પર રાજ કરી રહ્યા છે. આ ફિલ્મી કરિયરમાં અત્યાર સુધી અમિતાભે ઘણી સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું છે.
અમિતાભ બચ્ચનના જન્મદિવસના ખાસ અવસર પર તેમના ચાહકોની ભીડ તેમને અભિનંદન આપવા માટે તેમના ઘર 'જલસા' પર એકઠી થઈ હતી. સોશિયલ મીડિયા પર અમિતાભ બચ્ચનને જન્મદિવસની શુભેચ્છા પાઠવવામાં આવી રહી છે. ફેન્સથી લઈને સેલિબ્રિટીઓ દરેક બિગ બીને પોતપોતાની સ્ટાઈલમાં જન્મદિવસની શુભેચ્છા પાઠવી રહ્યા છે.
અમિતાભ બચ્ચનની પુત્રી શ્વેતા બચ્ચને પણ તેમના પિતાને જન્મદિવસની શુભેચ્છા પાઠવતો એક ફોટો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. આ સાથે તેણે હૃદય સ્પર્શી કેપ્શન લખીને તેમને શુભેચ્છા પાઠવી હતી.
અમિતાભ બચ્ચનની પૌત્રી નવ્યા નવેલી નંદાએ પણ પોતાના દાદાને ખાસ રીતે જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે. ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કર્યો હતો. અભિનેતા ગજરાજ રાવે પણ અમિતાભ બચ્ચનને શુભેચ્છા પાઠવી હતી.
અભિનેતા અજય દેવગણે અમિતાભ બચ્ચનને તેમના જન્મદિવસ પર એક વીડિયો શેર કરીને ખાસ રીતે શુભેચ્છા પાઠવી છે. બોલિવૂડ એક્ટર અને બિગ બીના પુત્ર અભિષેક બચ્ચને કેટલીક તસવીરો પોસ્ટ કરીને પિતાને અલગ રીતે જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે.