અભિનેતા રિતેશ દેશમુખ આજે 17મી ડિસેમ્બરે પોતાનો 42મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. રિતેશ બહુમુખી અભિનેતા તરીકે બોલિવૂડ અને મરાઠી સિનેમામાં પોતાની ઓળખ બનાવવામાં સફળ રહ્યો છે. રિતેશ બોલિવૂડની ઘણી બ્લોકબસ્ટર કોમેડી હિટ ફિલ્મોમાં તેના ઉત્તમ કોમિક ટાઈમિંગ માટે જાણીતો છે. રિતેશ બોલિવૂડ સિનેમામાં તેની કારકિર્દીની શરૂઆત વર્ષ 2003માં રિલીઝ થયેલી ફિલ્મ 'તુઝે મેરી કસમ'થી કરી હતી અને ત્યારથી અભિનેતા સતત પોતાની વર્સેટિલિટીનું પ્રદર્શન કરી રહ્યો છે. રિતેશ દેશમુખે 2014માં દિવંગત ફિલ્મ નિર્માતા નિશિકાંત કામતની ફિલ્મ 'લઈ ભારી'થી મરાઠી સિનેમામાં તેની કારકિર્દીની શરૂઆત કરી હતી. તેમાં રાધિકા આપ્ટે પણ મહિલા મુખ્ય અભિનેત્રી તરીકે જોવા મળી હતી. આ ફિલ્મમાં અભિનેતાએ ડબલ રોલ કર્યો હતો


2006 માં, અંકશાસ્ત્રના કારણે, રીતેશે પોતાનું નામ 'રિતેશ' થી બદલીને 'રિતેશ' કર્યું.રિતેશ માત્ર એક બ્રિલિયન્ટ એક્ટર નથી પણ પ્રોફેશનલ આર્કિટેક્ટ પણ છે. રિતેશે કમલા રહેજા વિદ્યાનિધિ ઇન્સ્ટિટ્યૂટ ફોર આર્કિટેક્ચર એન્ડ એન્વાયર્નમેન્ટલ સ્ટડીઝ, મુંબઈમાંથી આર્કિટેક્ટની ડિગ્રી  લીઘી છે.


રિતેશ તેની પ્રથમ ફિલ્મના શૂટિંગ દરમિયાન અભિનેત્રી પત્ની જેનેલિયા ડિસોઝાને મળ્યો હતો અને એકવાર ખુલાસો કર્યો હતો કે જેનેલિયાએ શરૂઆતમાં તેની સાથે વાત કરી ન હતી.રિતેશે 3 ફેબ્રુઆરી, 2012ના રોજ જેનેલિયા ડિસોઝા સાથે મરાઠી લગ્ન સમારોહમાં લગ્ન કર્યા હતા. આ પહેલા બંને લગભગ 10 વર્ષ એટલે કે એક દાયકા સુધી એકબીજાને ડેટ કરી રહ્યા હતા.


આ બોલીવૂડ અભિનેત્રીએ Covid 19 નિયમોનું કર્યું ઉલ્લંઘન


Alia Bhatt Violated Covid-19 Rules:  8 ડિસેમ્બરે બોલિવૂડ દિગ્દર્શક અને ફિલ્મ નિર્માતા કરણ જોહરની પાર્ટીમાં હાજર રહેલી અભિનેત્રી કરીના કપૂર અને અમૃતા અરોરાના કોરોના સંક્રમિત આવ્યા બાદ તેમના હાઈ-રિસ્ક સંપર્કમાં રહેલી આલિયા ભટ્ટ(Alia bhatt)નો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. જો કે, કોરોના નિયમો અનુસાર, 14 દિવસ સુધી હોમ ક્વોરેન્ટાઇનમાં રહેવું ફરજિયાત છે. આમ છતાં આલિયા ભટ્ટ પોતાની ફિલ્મના પ્રમોશન માટે દિલ્હી ગઈ હતી.


આ અંગે મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશને આલિયા ભટ્ટનો સંપર્ક કર્યો અને તેને દિલ્હીમાં જ ક્વોરેન્ટાઈન થવાનો આદેશ આપ્યો. તેમ છતાં તે ગઈકાલે રાત્રે મુંબઈ પરત ફરી હતી. નિયમોનું ઉલ્લંઘન કર્યા બાદ આલિયા ભટ્ટ સામે કેસ દાખલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મુંબઈ મહાનગરપાલિકાની આરોગ્ય સમિતિના અધ્યક્ષ રાજુલ પટેલે આ અંગે માહિતી આપી હતી.