Alia Bhatt Violated Covid-19 Rules: 8 ડિસેમ્બરે બોલિવૂડ દિગ્દર્શક અને ફિલ્મ નિર્માતા કરણ જોહરની પાર્ટીમાં હાજર રહેલી અભિનેત્રી કરીના કપૂર અને અમૃતા અરોરાના કોરોના સંક્રમિત આવ્યા બાદ તેમના હાઈ-રિસ્ક સંપર્કમાં રહેલી આલિયા ભટ્ટ(Alia bhatt)નો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. જો કે, કોરોના નિયમો અનુસાર, 14 દિવસ સુધી હોમ ક્વોરેન્ટાઇનમાં રહેવું ફરજિયાત છે. આમ છતાં આલિયા ભટ્ટ પોતાની ફિલ્મના પ્રમોશન માટે દિલ્હી ગઈ હતી.
આ અંગે મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશને આલિયા ભટ્ટનો સંપર્ક કર્યો અને તેને દિલ્હીમાં જ ક્વોરેન્ટાઈન થવાનો આદેશ આપ્યો. તેમ છતાં તે ગઈકાલે રાત્રે મુંબઈ પરત ફરી હતી. નિયમોનું ઉલ્લંઘન કર્યા બાદ આલિયા ભટ્ટ સામે કેસ દાખલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મુંબઈ મહાનગરપાલિકાની આરોગ્ય સમિતિના અધ્યક્ષ રાજુલ પટેલે આ અંગે માહિતી આપી હતી.
મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનની હેલ્થ કમિટીના ચેરમેન રાજુલ પટેલે એબીપી ન્યૂઝને જણાવ્યું કે BMC હેલ્થ કમિટીએ આલિયા ભટ્ટ વિરુદ્ધ એફઆઈઆર નોંધવાનો આદેશ આપ્યો છે.
રાજુલ પટેલે જાહેર આરોગ્ય વિભાગના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સંજય કુર્હાડે સાથે વાત કરી અને આલિયા ભટ્ટ સામે કેસ નોંધવાની પ્રક્રિયા શરૂ કરવાનો આદેશ આપ્યો.
રાજુલ પટેલે જણાવ્યું હતું કે, "આલિયા ભટ્ટ નિયમોનું ઉલ્લંઘન કરીને દિલ્હી ગઈ હતી અને ત્યાં ગયા પછી તેની તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી, જે ખૂબ જ ખોટું છે. આલિયા ભટ્ટને બોધપાઠ આપવો જરૂરી છે અને કાયદો દરેક માટે સમાન છે. આલિયા એક સેલિબ્રિટી છે અને સેલિબ્રિટી હોવાને કારણે તેણે સમજવું જોઈએ કે ઘણા લોકો તેને ફોલો કરે છે તેથી એક જવાબદાર નાગરિક તરીકે આલિયાએ નિયમોનું ઉલ્લંઘન ન કરવું જોઈએ."
Surat: પાંડેસરામાં 10 વર્ષીય માસૂમની હત્યા અને દુષ્કર્મ કેસમાં આરોપીને કોર્ટે ફટકારી ફાંસીની સજા
ગુજરાતમાં નોંધાયો વધુ એક ઓમિક્રોનનો કેસ, મહેસાણામાં મહિલાનો રિપોર્ટ પોઝિટીવ
India Corona Cases: દેશમાં સતત ત્રીજા દિવસે કોરોનાના કેસમાં થયો વધારો, જાણો આજનો લેટેસ્ટ આંકડો
Surat : મોબાઇલ પર વાત કરતા કરતા કામ કરવાની ટેવ હોય તો જોઇ લો આ વીડિયો, નહીં તો પછી.......