મુંબઈ: ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યાએ સોશિયલ મીડિયા પર એક લાંબી પોસ્ટ શેર કરી છે. જેમાં પાપારાઝીના વર્તન પર નારાજગી વ્યક્ત કરી છે. આ પોસ્ટ તેની કથિત ગર્લફ્રેન્ડ મહિકા શર્માને લઈ છે, જેને મુંબઈના બાંદ્રા વિસ્તારમાં એક રેસ્ટોરન્ટની બહાર ખોટા એન્ગલથી તસવીરો પાડવામાં આવી હતી.
હાર્દિકે તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં લખ્યું કે તેઓ સમજે છે કે એક જાહેર વ્યક્તિ હોવાના નાતે તેમને સતત કેમેરાનો સામનો કરવો પડે છે, પરંતુ આજે જે બન્યું તે તેની વ્યક્તિગત સીમાઓ ઓળંગી ગયું. તેણે જણાવ્યું કે માહિકા ફક્ત સીડી નીચે ઉતરી રહી હતી, પરંતુ પાપારાઝીએ તેને એ પ્રકારના એન્ગલથી શૂટ કર્યું જે કોઈ પણ મહિલા સાથે ન થવું જોઈએ.
ક્રિકેટરે તેને "ચીપ સેંસેશનલિઝ્મ" ગણાવ્યું અને કહ્યું કે સ્ત્રીઓને આદર અને સુરક્ષા મળવી જોઈએ. તેણે સ્પષ્ટપણે કહ્યું કે આ હેડલાઇન્સ માટે લડાઈ નથી, પરંતુ બેઝિક રિસ્પેક્ટની વાત છે.
હાર્દિકે મીડિયાને અપીલ કરતા લખ્યું કે તે હંમેશા સહકાર આપે છે, પરંતુ દરેક એન્ગલથી ફોટા લેવાની જરૂર નથી. તેણે મીડિયાને વધુ સંવેદનશીલ અને સતર્ક રહેવા વિનંતી કરી. અંતમાં હાર્દિકે કહ્યું, "આ રમતમાં થોડી માનવતા રાખો, આભાર."
આ પોસ્ટ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે, અને ચાહકો હાર્દિકની આ વાતને સમર્થન આપતા જોવા મળી રહ્યા છે.
એ નોંધવું જોઈએ કે એશિયા કપ 2025 દરમિયાન ક્વાડ્રિસેપ્સ ઈજા (જાંઘના આગળના ભાગમાં સ્નાયુમાં ઈજા)ને કારણે બે મહિનાથી વધુ સમય સુધી ક્રિકેટથી દૂર રહ્યા બાદ હાર્દિક પંડ્યા હવે મંગળવારથી કટકમાં શરૂ થઈ રહેલી દક્ષિણ આફ્રિકા સામેની પાંચ મેચની ODI શ્રેણીમાં ટીમ ઈન્ડિયા માટે મજબૂત વાપસી કરવા માટે તૈયાર છે.
કોણ છે માહિકા શર્મા ?
માહિકા શર્મા એક પ્રખ્યાત મોડલ છે. તેણીએ ઘણા મોટા ફેશન ડિઝાઇનર્સ માટે રેમ્પ વોક કર્યું છે. તેણીએ ઘણા મ્યુઝિક વીડિયો અને શોર્ટ ફિલ્મોમાં પણ કામ કર્યું છે. તેણીએ ઘણી મોટી બ્રાન્ડ્સ સાથે કામ કર્યું છે અને ભારતીય ફેશન એવોર્ડ્સમાં "મોડેલ ઓફ ધ યર" તરીકે પણ પંસદ કરવામાં આવી છે. વધુમાં, ઘણા પ્રખ્યાત ફેશન મેગેઝિનોએ તેણીને ફેશનમાં ઉભરતી સ્ટાર તરીકે વર્ણવી છે. માહિકા શર્માના હાલમાં ઇન્સ્ટાગ્રામ પર લગભગ સાડા ત્રણ લાખ ફોલોઅર્સ છે.