નવી દિલ્હીઃ મ્યૂઝિકલ કૉમેડી શૉ Glee ફેમ અમેરિકન એક્ટ્રેસ અને સિંગર નયા રિવેરા (Naya Rivera)નુ ભેદી સંજોગોમાં મોત થઇ ગયુ છે. રિપોર્ટ અનુસાર હિટ ટીવી મ્યૂઝિકલ કૉમેડી ગ્લી ફેમ નયા રિવેરાની લાશ છ દિવસ બાદ સાઉથ કેલિફોર્નિયાના લેક પીરુની પાસેથી મળી. એક્ટ્રેસે માત્ર 33 વર્ષની નાની ઉંમરે જ દુનિયાને અલવિદા કહી દીધુ છે.

રિપોર્ટ્સ અનુસાર, વેન્ચુરા કાઉન્ટી શેરિફના અધિકારીએ જણાવ્યુ કે નયા રિવેરા છેલ્લા છે દિવસથી લાપતા હતા, જે લેક સાઇડ પરથી તેનો મૃતદેહ મળ્યો, ત્યાં 8 જુલાઇએ તેનો ચાર વર્ષનો દીકરો જોસી એકલે એક નાવ પર મળ્યો હતો.



શૉ ગ્લીની કૉ-સ્ટાર જેન લિંચે ટ્વીટ કર્યુ- આરામ કરો પ્યારી નયા, કેટલી મજબૂત હતી તુ. એફએક્સ ટેલિવિઝન શૉ પૉઝના કૉ-ક્રિએટર અને પ્રૉડ્યૂસર સ્ટીવન કનાલ્સે પણ ટ્વીટ કર્યુ- તમામ અનકહી કહાનીઓ માટે મારુ દિલ તુટી ગયુ છે. ક્રિસ્ટિન શેનોવેથે લખ્યું- તે જે આ દુનિયાને આપ્યુ તેના માટે ધન્યવાદ.



નયા રિવેરાએ નાની ઉંમરમાં જ એક્ટિંગ શરૂ કરી દીધી હતી. તેને ચાર વર્ષની ઉંમરમાં જ સીબીએસ ચેનલ પર બ્રૉડકાસ્ટ રૉયલ ફેમિલી શૉથી શરૂઆત કરી હતી. પણ 2005માં ફૉક્સ ચેનલ પર આવનારો શૉ ગ્લીમાં એક લેસ્બિયન ટીમ સેન્ટેના લોપેજના રૉલથી તેને ખ્યાતી અને નામના મળી હતી. આ શૉ 2009થી 2015 સુધી ચાલ્યો હતો.



નયા રિવેરાએ 2014માં હૉરર મૂવી ડેવિલ્સ ડૉરમાં કામ કર્યુ હતુ, બાદમાં કૉ-સ્ટાર રયાન ડૉર્સી સાથે તેને લગ્ન કરી લીધા હતા. થોડાક વર્ષો બાદ 2018માં નયા રિવેરા અને રયાનના તલાક થઇ ગયા. બન્નેને ચાર વર્ષનો એક પુત્ર જોસી છે.