Nicole Richie birthday:હોલિવૂડ એક્ટ્રેસ નિકોલ ખૂબ જ સાદગીભર્યાં અંદાજમાં તેમનો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહી હતી. આ દરમિયાન મીણબતીની જયોત તેના વાળમાં લાગી જતાં વાળ સળગ્યાં હતા.


હોલિવૂડ એક્ટ્રેસ નિકોલ ખૂબ જ સાદગીભર્યાં અંદાજમાં તેમનો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહી હતી.આ દરમિયાન તેમના ફેન્સ સતત શુભકામના મોકલી રહ્યાં હતા. જ્યારે તે કેક કાપવા માટે નીચે નમી તો મીણબતીની આગ તેના વાળ સુધી પહોંચી જતાં તેના વાળમાં આગ લાગી હતી.


હોલિવૂડ અભિનેત્રી અને અમેરિકન ટીવી પર્સનાલિટી નિકોલ રિચીએ  તેમનો 40મો જન્મદિવસ મનાવ્યો. આ દરમિયાન તેમની સાથે એક દુર્ઘટના ઘટી, આ દુર્ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયો છે. તે 40માં બર્થ ડે સેલિબ્રેશનમાં કેક કટ રહી હતી. આ દરમિયાન તે કેક કટિંગ માટે ઝુકી તો મીણબતીની જ્યોત તેના વાળાં લાગી જતાં વાળમાં આગ લાગી હતી.


બર્થ ડેમાં સર્જાય દુર્ઘટના


હોલિવૂડ એક્ટ્રેસ ખૂબ જ સાદગીથી તેમનો જન્મ દિવસ મનાવી રહી હતી. તે દરમિયાન તેમના ફેન્સ પણ તેમને સતત શુભકામના મોકલી રહ્યાં હતા. નિકોલે તેમને જન્મ દિવસનો વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો. જે ખૂબ વાયરલ થઇ રહ્યો છે. કેક કટિંગ દરમિયાન તેમના વાળમાં આગ લાગી હતી. આ ઘટનાના કારણે પણ વીડિયો ખૂબ વાયરલ થયો છે. દુર્ઘટનાથી એક્ટ્રેસ એટલી ડરી ગઇ હતી કે, તે ચીસો પાડતી જોવા મળી.


જો કે રાહતની વાત એક છે કે, એક્ટ્રેસને કોઇ ઇજા નથી પહોંચી. એક્ટ્રેસે આ વીડિયોના કેપ્શનમાં લખ્યું છે કે, “40મું વર્ષ ફાયર થઇ રહ્યું છે” આ વીડિયોનો જોઇએ ફેન્સ અને તેમને ફ્રેન્ડ કમેન્ટ કરી રહ્યાં છે.


પતિએ લખ્યું, આ હોટ છે


નિકોલના પતિએ આ દુર્ઘટનાના વીડિયો પર કમેન્ટ કરતા લખ્યું કે, ‘આ તો હોટ છે’ હોલિવૂડ સિંગર  ફેટી પેરીએ લખ્યું કે, ‘OMG’ તો એક્ટ્રેસ અલેન પોમ્પીએ કમેન્ટ કર્યું કે, હેપ્પી બર્થ ડે, આશા રાખું છું કે તું સુરક્ષિત હોઇશ, પૂર્વ ડેસ્ટિનીજ ચાઇલ્ડ સ્ટાર કેલી રોલેન્ડે લખ્યું કે, હું તો ગભરાઇ ગઇ હતી.


નિકોલ રચી રિયાલિટી સીરિઝ ધ સિમ્પલ લાઇફના કારણે દુનિયાભરમાં ફેમસ બની ગઇ છે. આ રિયાલિટી શો 2003થી 2007 સુધી ચાલ્યો હતો. નિકોલ બે પુસ્તક પણ લખી ચૂકી છે. તેમના લગ્ન 2010માં થયા હતા. તેને બે બાળકો છે.