મુંબઈ: રાજ કુંદ્રા કેસમાં ફરિયાદની અને મહત્વની સાક્ષી અભિનેત્રી શર્લિન ચોપડાએ એબીપી ન્યૂઝને આપેલા ઇન્ટરવ્યુમાં રાજ કુંદ્રાને જામીન આપવાને લઈ તેના પર વાત કરી હતી. શર્લીને રાજ કુન્દ્રાને બે મહિનામાં જામીન મળવા પર નારાજગી વ્યક્ત કરી હતી. તેણે કહ્યું કે તેમને લાગ્યું કે રાજ કુન્દ્રા ઓછામાં ઓછા 6 મહિના જેલમાં રહેશે અને એટલી જલ્દી બહાર આવશે નહીં. શર્લિનએ કહ્યું કે રાજ કુન્દ્રાના જામીનને કારણે હવે લોકોના મનમાં પ્રશ્ન ઉદ્ભવી રહ્યો છે કે શું પૈસાવાળા લોકો આ રીતે જલદીથી છુટકારો મેળવે છે ? તેણે કહ્યું કે તમામ વ્યથિત મહિલાઓએ રાજ સામે શોષણના આરોપો લગાવ્યા છે, આવી સ્થિતિમાં રાજનું એમ કહેવું કે તેમની સામે કોઈ પુરાવા નથી તે સંપૂર્ણપણે ખોટું છે.
એબીપી ન્યૂઝને આપેલા ઇન્ટરવ્યુમાં શર્લિન ચોપરાએ ફરી એકવાર રાજ કુન્દ્રા સામેના તેના તમામ આરોપોનું પુનરાવર્તન કર્યું. તેણે આરોપ લગાવ્યો કે તેણે રાજ માટે શૂટ કરેલા 3 વીડિયોના પૈસા હજુ સુધી મળ્યા નથી.
મુંબઈની એક કોર્ટે સોમવારે અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રાને અશ્લીલ ફિલ્મ કેસમાં જામીન આપ્યા છે. કુન્દ્રાની સાથે રેયાન થોર્પેને પણ જામીન મળ્યા હતા. કોર્ટે રાજ કુન્દ્રાને 50,000 રૂપિયાના વ્યક્તિગત બોન્ડ પર જામીન આપ્યા છે.
શનિવારે કુન્દ્રાએ જામીન અરજી દાખલ કરીને દાવો કર્યો હતો કે તેને 'બલિનો બકરો' બનાવવામાં આવી રહ્યો છે. કેસમાં દાખલ ચાર્જશીટમાં તેમની સામે કોઈ પુરાવા નથી. રાજ કુન્દ્રાની 19 જુલાઈએ ધરપકડ કરવામાં આવી હતી. તેની સામે ભારતીય દંડ સંહિતા અને માહિતી ટેકનોલોજી અધિનિયમની વિવિધ કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.
કોની સામે જાહેર થઈ લુક આઉટ નોટિસ
પોર્નોગ્રાફિ કેસમાં મુંબઈ ક્રાઈમ બ્રાંચે થોડા દિવસ પહેલા ચાર્જથીટ દાખલ કરી હતી. જેમાં રાજ કુંદ્રા, રેયાન થોરપે, યશ ઠાકુર ઉર્ફે અરવિંદ શ્રીવાસ્તવ અને પ્રદીપ બક્ષીના નામ સામેલ છે. રેયાન થોરપે, વિયાન એન્ટરપ્રાઇઝનો આઈટી હેડ છે. યશ ઉર્ફે અરવિંદ વોન્ટેડ છે અને હાલ સિંગાપોરમાં છુપાયો હોવાની શક્યતા છે. જ્યારે પ્રદીપ બક્ષી લંડનમાં હોવાનું કહેવાય છે. મુંબઈ ક્રાઈમ બ્રાંચે પોર્નોગ્રાફી કેસમાં સહ આરોપી યશ ઠાકુર ઉર્ફે અરવિંદ શ્રીવાસ્તવ તથા પ્રદીપ બક્ષી સામે લુક આઉટ નોટિસ જાહેર કરી છે.