Bhumi Pednekar on harassment: બૉલીવુડની હૉટ એન્ડ બૉલ્ડ એક્ટ્રે્સ ભૂમિ પેડનેકરને લઇને મોટા સમાચાર સામે આવ્યા છે. બિનપરંપરાગત ફિલ્મો કરતી બૉલીવૂડ અભિનેત્રી ભૂમિ પેડનેકર તેના દમદાર અભિનય માટે જાણીતી છે. તાજેતરમાં અભિનેત્રીએ તેણીને જે ઉત્પીડન અને શારીરિક શોષણ સામનો કરવો પડ્યો હતો તેની દર્દનાક સ્ટૉરી, આપબીતી ફેન્સ સાથે શેર કરી છે.
14 વર્ષની ઉંમરમાં ભૂમિ પેડનેકરની સાથે થઇ હતી છેડતી
આ દિવસોમાં ભૂમિ પેડનેકર તેની આગામી ફિલ્મ 'ભક્ષક'ને લઈને ચર્ચામાં છે. આવી સ્થિતિમાં અભિનેત્રી ફિલ્મનું જોરશોરથી પ્રમોશન કરી રહી છે. આ દરમિયાન તેણે તેની સાથે બનેલી એક ભયાનક ઘટના વિશે પણ વાત કરી. અભિનેત્રીએ જણાવ્યું કે જ્યારે તે માત્ર 14 વર્ષની હતી ત્યારે તેની સાથે છેડતી કરવામાં આવી હતી. આ ઘટનાથી ભૂમિ પેડનેકર હચમચી ગઈ હતી.
વર્ષો બાદ એક્ટ્રેસનું છલક્યુ દુઃખ
ભૂમિ પેડનેકરે હૉટરફ્લાયને આપેલા ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે 'મને હજુ પણ તે દિવસ સારી રીતે યાદ છે જ્યારે હું બાંદ્રામાં મેળામાં ગઈ હતી. એ વખતે હું બહુ નાની હતી, કદાચ હું 14 વર્ષની હતી. હું મારા પરિવાર સાથે આ મેળામાં ગઇ હતી. હું ચાલી રહી હતી અને કોઈ મારા શરીરના પાછળના ભાગે વારંવાર સ્પર્શ કરીને ચપટી ભરતું હતું. ત્યાં કોઈ મને વારંવાર અયોગ્ય રીતે સ્પર્શ કરી રહ્યું હતું. હું સમજી શકતી હતા કે મારી સાથે શું થઈ રહ્યું છે. મેં પાછળ જોયું તો ત્યાં કોઈ નહોતું. તે સમયે મારી સાથે બિલ્ડિંગમાં અન્ય બાળકો પણ હતા.
બોલી- 'આવી વસ્તુઓ તમારું શરીર યાદ રાખે છે'
અભિનેત્રીએ આગળ કહ્યું, 'તે સમયે મેં કોઈને કંઈ કહ્યું ન હતું કારણ કે આ ઘટના પછી હું આઘાતમાં હતી. મારી સાથે શું થયું તે હું સમજી શકી નહીં. પણ એ વ્યક્તિ જે રીતે મારા શરીરને સ્પર્શતી હતી તે મને હજુ પણ યાદ છે. તમારું શરીર આવી વસ્તુઓ યાદ રાખે છે. આ એક આઘાત છે જેમાંથી તમે ક્યારેય બહાર આવી શકતા નથી.
આ ફિલ્મોમાં ભૂમિ પેડનેકર દેખાશે
ભૂમિના વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો તે ટૂંક સમયમાં જ થ્રિલર ફિલ્મ 'ભક્ષક'માં જોવા મળશે, જે 9 ફેબ્રુઆરીએ નેટફ્લિક્સ પર રિલીઝ થશે. ફિલ્મની સ્ટૉરી એક સત્ય ઘટના પર આધારિત છે. તાજેતરમાં જ આ ફિલ્મનું હેર રેઝિંગ ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું હતું, જેને દર્શકોનો ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો છે. ફિલ્મમાં ભૂમિ એક મહિલા રિપોર્ટરની ભૂમિકા ભજવી રહી છે જે શેલ્ટર હોમની આડમાં છોકરીઓ સામે થતા ગુનાઓનો પર્દાફાશ કરવાનો પ્રયાસ કરી રહી છે.