મુંબઇઃ હરિયાણાની જાણીતી હૉટ ડાન્સર સપના ચૌધરી આજકાલ ફરીથી ખુબ ચર્ચામાં આવી છે. સપના ખાસ કરીને પોતાના હૉટ ડાન્સના કારણે ચર્ચામાં રહ્યાં કરે છે, પણ આ વખતે તે એક ટેટૂના કારણે ચર્ચામાં આવી છે.


તાજેતરમાં કેટલીક તસવીરો વાયરલ થઇ છે, જેમાં ડાન્સર સપના ચૌધરીએ પોતાની પીઠ પર એક ટેટૂ ત્રોફાવ્યુ છે, આ ટેટૂ કોઇ સામાન્ય નથી, તેમાં તેને દેસી ક્વિન' ચિતરાવ્યુ છે. આ ટેટૂને જોઇને ઇન્સ્ટાગ્રામ પર ફેન્સની અજબગજબની કૉમેન્ટ્સ પણ આવી રહી છે.



તસવીરોમાં સપનાની પીઠ ઉપરાંત કાંડામાં પણ આ પ્રકારનુ ટેટૂ દેખાઇ રહ્યું તે આ ટેટૂને ફ્લૉન્ટ પણ કરી રહી છે. આ ટેટૂ પરથી લાગી રહ્યું છે કે, સપનામાં હજુ પણ દેસીપણું છે.



રિપોર્ટ છે કે સપનાની આ તસવીરો એક ફોટોશૂટની છે, જેમાં તેને વાદળી રંગની સાડી પહેરેલી છે.