Ananya Panday: બૉલીવુડ એક્ટ્રેસ અનન્યા પાંડેનો લેટેસ્ટ લૂક સામે આવ્યો છે, આ વખતે તે સોશ્યલ મીડિયા પર પોતાના ફોટોશૂટની તસવીરો શેર કરીને છવાઇ ગઇ છે. આમાં તેનો સ્ટનિંગ લૂક જોવા મળી રહ્યો છે. અનન્યા પાંડે હંમેસા પોતાના લૂક્સથી ફેન્સને એટ્રેક્ટ કરતી દેખાય છે. તે આઉટફિટમાં જુદાજુદા એક્સપેરિમેન્ટ પણ કરે છે.


વાયરલ થયેલી તસવીરોમાં અનન્યા પાંડે એક બ્લેક એન્ડ વ્હાઇટ પેન્ટસૂટમાં દેખાઇ રહી છે. જે એકદમ સ્ટાઇલિશ છે અને આ આઉટફિટ તેના પર પરફેક્ટ લાગી રહ્યો છે. અનન્યા પાંડેએ મેચિંગ એસેસરીઝ પણ પહેરી રાખી છે, જે આઉટફિટની જેમ જ સ્ટાઇલિશ છે, યંગસ્ટર્સ અનન્યા પાંડેના આ સ્ટનિંગ લૂકની કૉપી કરી શકે છે. અનન્યા પાંડેનુ આ લેટેસ્ટ ફોટોશૂટ ફેન્સને ખુબ પસંદ આવી રહ્યું છે. લોકો તસવીરો પર હાર્ટ અને ફાયરની ઇમૉજી પૉસ્ટ કરી રહ્યાં છે.






તાજેતરમાં જ અનન્યા પોતાના પિતા ચન્કી પાંડેના બર્થડે પર જબરદસ્ત મસ્તી અને ડાન્સ કરતી જોવા મળી હતી. ચન્કી પાંડેએ પોતાના 60મા જન્મદિવસની ધમાકેદાર પાર્ટી કરી હતી. થોડાક સમય પહેલા જ એક્ટ્રેસ અનન્યા પાંડેની પહેલી ફિલ્મ 'લાઇગર' રિલીઝ થઇ હતી, ફિલ્મમાં વિજય દેવરકોન્ડા જેવા  સાઉથ સુપરસ્ટાર હતા, પણ ફિલ્મ બૉક્સ ઓફિસ પર એકદમ ખરાબ રીતે ધોવાઇ ગઇ હતી.






બોલિવૂડ એક્ટ્રેસ અનન્યા પાંડેની ફિલ્મ લાઇગર તાજેતરમાં જ રીલિઝ થઇ હતી. ફિલ્મ ફ્લોપ થયા બાદ એક્ટ્રેસ વિદેશમાં વેકેશન માણવા પહોંચી છે. અનન્યા ઈટાલીમાં ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરવા પહોંચી હતી, ત્યાંથી તસવીરો પણ શેર કરી હતી. અનન્યા પાંડે ત્યાંની શેરીઓમાં ચિલિંગ અને સુંદર પોઝ આપ્યા હતા. ત્યાંના બીચ પર સન બાથની મજા પણ માણી હતી.