Shamshera Box Office Prediction: આ દિવસોમાં રણબીર કપૂર તેની ફિલ્મ 'શમશેરા'ને લઈને ચર્ચામાં છે. તેની ફિલ્મ 22 જુલાઈના રોજ રીલિઝ થઈ રહી છે. નોંધનીય છે કે 24 જૂને ફિલ્મનું ટ્રેલર સામે આવ્યું હતું, જે બાદ દર્શકો ફિલ્મને લઈને ખૂબ જ ઉત્સાહિત દેખાઈ રહ્યા છે. બીજી તરફ, 16 જુલાઈથી ફિલ્મનું એડવાન્સ બુકિંગ પણ ચાલુ થઈ ગયું છે, જેને ઘણો સારો પ્રતિસાદ મળી રહ્યો છે. આવી સ્થિતિમાં, ચાલો એ જાણવાનો પ્રયાસ કરીએ કે ફિલ્મ પ્રથમ દિવસે બોક્સ ઓફિસ પર કેવું પ્રદર્શન કરશે?


શમશેરા પહેલા દિવસે બોક્સ ઓફિસ પર કેટલી કમાણી કરશે?


શમશેરાને લઈને દર્શકોમાં ઘણો ક્રેઝ જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ, Sacnilk.com અનુસાર, ફિલ્મે એડવાન્સ બુકિંગમાં પ્રથમ દિવસે 97 લાખ રૂપિયાની કમાણી સાથે શાનદાર શરૂઆત કરી હતી. આવી સ્થિતિમાં, એવી અપેક્ષા રાખવામાં આવે છે કે ફિલ્મ બોક્સ ઓફિસ પર પ્રથમ દિવસે શાનદાર ઓપનિંગ અને વધુ સારા કલેક્શન સાથે સારું પ્રદર્શન કરી શકે છે. આટલું જ નહીં, રિલીઝ પહેલા લોકોમાં આ ફિલ્મને લઈને જે પ્રકારની ચર્ચા ચાલી રહી છે, તેનાથી લાગે છે કે શમશેરા રણબીર કપૂરની બીજી જૂની ફિલ્મોનો રેકોર્ડ તોડી શકે છે. 


 






રણબીર કપૂરની પ્રથમ દિવસે સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મો 


રણબીર કપૂરની ગણના બોલિવૂડના શ્રેષ્ઠ અભિનેતાઓમાં થાય છે. વર્ષ 2018માં આવેલી ફિલ્મ 'સંજુ' તેની અત્યાર સુધીની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ છે. સંજુએ પહેલા દિવસે બોક્સ ઓફિસ પર 34.75 કરોડનું કલેક્શન કર્યું હતું. આ સિવાય બેશરમ, યે જવાની હૈ દીવાની, એ દિલ હૈ મુશ્કિલ અને તમાશા તેની પ્રથમ દિવસે સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મોની યાદીમાં સામેલ છે. તો બીજી તરફ, શમશેરા રિલીઝ માટે તૈયાર છે, આવી સ્થિતિમાં તે દર્શકો અને બોક્સ ઓફિસ પર તેનો કેટલો જાદુ ચાલે છે તે જોવાનું રહેશે.


આ પણ વાંચો...


GST : દહીં, લસ્સી સહિત આ વસ્તુઓ પર નહીં લાગે જીએસટી, જાણો મોદી સરકારે શું કરી સ્પષ્ટતા


Haryana DSP Killed: 3 મહિના બાદ રિટાયર્ડ થવાના હતા DSP, ખાણ માફિયાએ ડમ્પર ચડાવી દેતા સ્થળ પર જ કમકમાટી ભર્યું મોત


કોરોના બાદ હવે નવા વાયરસનો એટેક! શું Marburg COVID-19 જેટલો ઘાતક સાબિત થશે?