મુંબઇઃ કોરોના વાયરસના કારણે દેશમાં સેલેબ્સ હવે ગરીબ પરિવારોની મદદે આવ્યા છે, કેટલાય લોકો એવા છે જેને લૉકડાઉનના સમયે ખાવા પીવાની તકલીફ પડી રહી છે, આવા લોકોની મદદથી હવે એક્ટર ઋત્વિક રોશન આવ્યો છે.

ઋત્વિક રોશન હવે રોજના 1.2 લાખ મજૂરો અને ગરીબોને રોજનુ ખાવાનુ આપશે. આ માટે તેને એક એનજીઓ સાથે હાથ મિલાવ્યો છે, કેમકે ઋત્વિક રોશન જાતે આ કરવામાં અસમર્થ છે.



ઋત્વિક રોશને એનજીઓ સાથે હાથ મિલાવીને 1.2 લાખ મજૂરો અને ગરીબોને મદદ કરવાનુ નક્કી કર્યુ છે. આ અંગે એનજીઓએ કહ્યું કે, અમને સાથે કામ કરવાની ખુશી છે, અમારા ફાઉન્ડેશન સાથે હવે સુપરસ્ટાર ઋત્વિક રોશનનુ નામ જોડાઇ ગયુ છે, સાથે મળીને અમે વૃદ્ધાશ્રમ, રોજિંદા મજૂરો અને ભારતભરમાં ઓછી આવક વર્ગના લોકોને 1.2 લાખ પૉષ્ટિક બનાવેલા ભોજનની સુવિધા આપીશુ. જ્યાં સુધી સ્થિતિ સામાન્ય ના થાય ત્યાં સુધી ચાલુ રહેશે.



વળી, આના જવાબમાં ઋત્વિક રોશને લખ્યું- હું તમને એ સુનિશ્ચિત કરાવુ છું કે આપણા દેશમાં કોઇપણ ભૂખ્યુ ના ઉંઘે. તમે બધા અસલી સુપરહીરો છો.



અત્યારે દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા વધીને પાંચ હજારને પાર પહોંચી ગઇ છે, અને 150 લોકોના મોત થઇ ચૂક્યા છે. હાલ પરિસ્થિતિ વિકેટ બની રહી છે.