Hrithik Roshan Falguni Pathak Video: ઋતિક રોશનની ફિલ્મ 'વિક્રમ વેધા' સિનેમાઘરોમાં ધૂમ મચાવી છે અને ફિલ્મને બોક્સ ઓફિસ પર સારો પ્રતિસાદ મળી રહ્યો છે. તહેવારના અવસર પર રિલીઝ થવાનો લાભ પણ ફિલ્મને મળી રહ્યો છે. દરેક લોકો ઋતિકની એક્ટિંગના વખાણ પણ કરી રહ્યા છે. આ ફિલ્મમાં તેણે ખતરનાક ગેંગસ્ટરની ભૂમિકા ભજવી છે. તાજેતરમાં, તે ફિલ્મના પ્રમોશનના સંદર્ભમાં એક નવરાત્રિ ઇવેન્ટમાં પહોંચ્યો હતો, જ્યાં તે જાણીતી પોપ સિંગર અને દાંડિયા ક્વીન ફાલ્ગુની પાઠકને મળ્યો હતો.
આ દરમિયાન ફાલ્ગુની પાઠકના ફેમસ ગીત વાંસલડી વાગી રે... પર ઋતિક રોશને શાનદાર ડાન્સ કર્યો હતો. ઋતિક તેની ફિલ્મ 'કહો ના પ્યાર હૈ'નું સિગ્નેચર સ્ટેપ પણ શીખવ્યું હતું. ફાલ્ગુનીએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી ઈવેન્ટની તસવીરો સાથે એક વીડિયો પણ શેર કર્યો છે, જેમાં બંનેને સાથે એન્જોય કરતા જોઈ શકાય છે.
ઋતિક-ફાલ્ગુનીને એકસાથે જોઈને ચાહકો ખુશ
વીડિયોમાં ઋતિક સ્ટેજ પર કેટલાક ગરબા સ્ટેપ કરતો જોવા મળે છે અને આ દરમિયાન તે ફાલ્ગુની સાથે 'એક પલ કા જીના' ગીતના હૂક-અપ સ્ટેપ કરતો જોવા મળે છે. આ વીડિયો પર ચાહકો પ્રેમ વરસાવી રહ્યા છે. એક પ્રશંસકે કોમેન્ટ બોક્સમાં લખ્યું, "મારા બે ફેવરિટ એકસાથે." જ્યારે બીજાએ લખ્યું, "ઇન્ટરનેટ પર આજનો શ્રેષ્ઠ વીડિયો."
ફાલ્ગુની પાઠકે પણ ઋતિક સાથે ઈવેન્ટની ઘણી તસવીરો શેર કરી છે, જેમાં તે ખૂબ જ હેન્ડસમ લાગી રહ્યો છે. બીજી તરફ, ફાલ્ગુની તેના સામાન્ય અંદાજમાં ખૂબ જ શાનદાર લાગી રહી હતી. ઋતિકની વિક્રમ વેધામાં સૈફ અલી ખાને પણ મહત્વની ભૂમિકા ભજવી હતી. તે સાઉથની ફિલ્મની હિન્દી રિમેક છે. ઋતિકની આગામી ફિલ્મ 'ફાઇટર' છે, જેમાં તે પહેલીવાર દીપિકા પાદુકોણ સાથે સ્ક્રીન શેર કરતો જોવા મળશે.