એટલુ જ નહીં 'કુલી નં. 1'ને સલમાન અને બૉબી દેઓલ સ્ટારર રેસ 3ના રેટિંગથી પણ ઓછી રેટિંગ મળી છે. ગોવિંદાની બેસ્ટ ફિલ્મને ખરાબ કરવા માટે દિગ્ગજ એક્ટરના ફેન્સ વરુણ ધવન પર નિશાન સાધી રહ્યાં છે. વરુણ ધવનને ફિલ્મના ટ્રેન વાળા સીનને લઇને સૌથી વધુ ટ્રૉલ કરવામાં આવી રહ્યો છે. આના પર લોકો લૉજીક અને સાયન્સ પર સવાલો પુછી રહ્યાં છે.
મળ્યુ 1.4 રેટિંગ
આઇએમડીબીએ 'કુલી નં. 1'ને મળેલા ઓડિયન્સ રિસ્પૉન્સ અને ક્રિટિક્સ રિવ્યૂના આધારે ફિલ્મને 1.4 રેટિંગ આપ્યુ છે. આની રેટિંગ સલમાનની રેસ 3 કરતા પણ ઓછુ છે, રેસને આઇએમડીબી તરફથી 1.9 રેટિંગ મળ્યુ છે. આ સૌથી ખરાબ રેટિંગ છે. રેસ 3 વર્ષ 2018માં રિલીઝ થઇ હતી.