મુંબઇઃ બૉલીવુડ એક્ટ્રેસ પરિણીતિ ચોપડા હવે પોતાની નવી ફિલ્મમાં નવા રૉલ સાથે એન્ટ્રી કરવાની છે. ડાયરેક્ટર રિભૂ દાસગુપ્તાની આગામી ફિલ્મ ધ ગર્લ ઓન ધ ટ્રેનમાં અંડરકવર એજન્ટની ભૂમિકા નિભાવતી દેખાશે. ફિલ્મના ટાઇટલને લઇને હજુ સુધી કોઇ ખુલાસો નથી કરવામાં આવ્યો. ફિલ્મની કહાની પરિણીતિ ચોપડાના રૉલની આસપાસ ફરે છે, જે ભારતીય એજન્ટ્સને બચાવવાના અભિયાન પર છે.


આ ફિલ્મ ભારત-પાકિસ્તાનની પૃષ્ઠભૂમિ પર નથી બનેલી. ફિલ્મમાં પરિણીતિ ચોપડા એક એજન્ટની ભૂમિકામાં છે, જે આખા ઓપરેશનને લીડ કરે છે. ફિલ્મમાં તેના પાત્રના વ્યક્તિગત જીવન અને બદલાને પણ બતાવવામાં આવ્યુ છે. એક અન્ય સુત્ર અનુસાર ફિલ્મમાં રજિત કપૂર, કે કે મેનન, દિવ્યેન્દુ ભટ્ટાચાર્ય અને હાર્રડી સંધૂ પણ દેખાશે.



માર્ચથી શરૂ થશે શૂટિંગ
ફિલ્મનુ શૂટિંગ માર્ચથી શરૂ થશે, આને રિલાયન્સ એન્ટરટેન્ટમેન્ટ પ્રૉડ્યૂસ કરશે. કોરોના મહામારીના કારણે મેકર્સ લૉકેશનની શોધ કરી રહ્યાં છે, અને શૂટિંગની પરમિશન લઇ રહ્યાં છે.

પરિણીતિ ચોપડા અને રિભૂ દાસગુપ્તાએ આ પહેલા ફિલ્મ તીનમાં સાથે કામ કર્યુ હતુ, અને હવે બન્ને વર્ષ 2016માં આવેલી હૉલીવુડ બ્લૉકબસ્ટર ધ ગર્લ ઓન ધ ટ્રેનના હિન્દી રિમેકની તૈયારી કરી રહ્યાં છે.



ધ ગર્લ ઓન ધ ટ્રેન અમેરિકન મૂવી છે, આમાં એમિલી બ્લન્ટ લીડ રૉલમાં હતી, આ ફિલ્મ પાઉલા હૉકિંસના ઉપન્યાસ પર આધારિત હતી. વર્ષ 2015માં આવેલા આ ઉપન્યાસનુ નામ ધ ગર્લ ઓન ધ ટ્રેન હતુ. ફિલ્મ પણ આ જ નામથી હતી. આ ફિલ્મના હિન્દી વર્ઝનમાં અદિતિ રાવ હૈદરી, કીર્તિ કુલ્હારી અને અવિનાશ તિવારી રહ્યાં, આનો સેટ યુનાઇટેડ કિંગડમમાં લગાવવામાં આવ્યો હતો.