બિહારના મુઝફ્ફરપુરમાં ગુરૂવારે બાબા સાહેબ ભીમરાવ આંબેડકર વિશ્વવિદ્યાલય અતર્ગત આવતી ધનરાજ મહતો કૉલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી કુંદનનું એડમિટ કાર્ડ વાયરલ થયું હતું. એડમિટ કાર્ડમાં વિદ્યાર્થીના માતા-પિતાના નામની જગ્યાએ બોલીવૂડ કલાકાર સની લિયોની અને ઈમરાન હાશમીના નામ લખ્યું હતું. એડમિટ કાર્ડ એ હદે વાયરલ થયું છે અભિનેતાએ પોતે હવે આ મામલે પ્રતિક્રિયા આપી છે.


અભિનેતા ઈમરાન હાશમીએ ટ્વિટ કરી લખ્યું, " I swear he ain't mine " મતલબ કસમથી આ મારો નથી. અભિનેતાના આ ટ્વિટ કર્યા બાદ ફેન્સ ચૂટકી લઈ રહ્યા છે અને પોત-પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.



વાસ્તવમાં બાબા સાહેબ ભીમરાવ આંબેડકર વિશ્વવિદ્યાલય અંતર્ગત આવતી મીનાપુર સ્થિત ધનરાજ ડિગ્રી કોલેજના વિદ્યાર્થી કુંદન કુમારે પોતાના ફોર્મમાં માતાનું નામ સની લિયોની અને પિતાનું નામ ઈમરાન હાશમી લખ્યું હતું સાથે સરનામું રેડ લાઈટ એરિયા ચતુર્ભુજ લખ્યું છે. અને તેને વાયરલ કરી દીધું હતું.

યુનિવર્સિટીના પરીક્ષા નિયંત્રક ડૉ. મનોજ કુમારનું કહેવું છે કે, વિદ્યાર્થીની આ હરકતની તપાસ કરવામાં આવી રહી છે. તપાસ બાદ ફોર્મને રદ કરી દેવામાં આવશે. ઓનલાઈન ફોર્મ ભરતી વખતે વિદ્યાર્થીઓ તરફથી ઘણીવાર આવું કરવામાં આવ્યું છે.