બીગ બીએ સોશિયલ મીડિયા પર એક તસવીર શેર કરીને લખ્યું કે, “કોરોના વાયરસ મહામારી વિરુદ્ધ લડી રહેલા સાચા વૉરિયર્સને ... સેલ્યૂટ અને સ્વતંત્રતા દિવસના અવસર પર શાંતિ, સૌહાર્દ અને બંધુત્વ માટે શુભકામનાઓ. ”
ઉલ્લેખનીય છે કે, જયા બચ્ચન સિવાય બચ્ચન પરિવારના તમામ સભ્યો કોરોનાથી સંક્રમિત થયા હતા. અમિતાભ અને અભિષેક લગભગ એક મહિના સુધી લીલાવતી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ હતા. બચ્ચન હાલ સંપૂર્ણ સ્વસ્થ છે અને સ્વતંત્રતા પર્વની ઉજવણી કરી રહ્યો છે.