PIFF:  પુણે ફિલ્મ ફાઉન્ડેશન અને મહારાષ્ટ્ર સરકારના નેજા હેઠળ 21મો પુણે ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ 2 થી 9 ફેબ્રુઆરી 2023 દરમિયાન યોજવા જઈ રહ્યો છે. ત્યારે બોલિવૂડના દિગ્ગજ અભિનેતા મનોજ કુમારને સિનેમામાં તેમના અમૂલ્ય યોગદાન માટે આ કાર્યક્રમમાં સન્માનિત કરવામાં આવશે. સ્વાસ્થ્યના કારણોસર મનોજ કુમાર આ કાર્યક્રમમાં હાજર રહી શકશે નહીં, તેથી મહારાષ્ટ્રના સાંસ્કૃતિક મંત્રી સુધીર મુનગંટીવારે મંગળવારે તેમના ઘરે તેમનું સન્માન કર્યું હતું. તેનું વીડિયો રેકોર્ડિંગ પુણે ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ દરમિયાન 2 ફેબ્રુઆરી 2023ના રોજ બતાવવામાં આવશે.


પુણે ફિલ્મ ફેસ્ટિવલમાં મનોજકુમારને કરાશે સન્માનિત 


આ અવસર પર મનોજ કુમાર માત્ર થોડી મિનિટો માટે જ મળ્યા હતા અને મીટિંગ દરમિયાન તેમણે જણાવ્યું કે છેલ્લી વાર તેમણે આમિર ખાનની ફિલ્મ 'થ્રી ઈડિયટ્સ' જોઈ હતી. જ્યારે શાહરૂખ ખાનની ફિલ્મ 'પઠાણ'ની સફળતાને લઈને આ ચર્ચા થઈ ત્યારે મનોજ કુમારે કહ્યું, 'અજય દેવગનની 'દ્રશ્યમ 2' પણ હિટ થઈ ગઈ છે. તેઓએ ટેલિવિઝન જોવાનું સંપૂર્ણપણે બંધ કરી દીધું છે. જો કે તેઓ ન્યૂઝ પેપર જરૂરથી વાંચે છે અને તેમાંય ખાસ કરીને તે પેજ જેમાં રાજકારણથી જોડાયેલી ખબરો હોય.




મનોજકુમારની તબિયત ખરાબ હોવાથી વહેલા સન્માન કરવામાં આવ્યું 


આ દરમિયાન અભિનેતા ધર્મેન્દ્રની વાત ચર્ચામાં આવી હતી. તેનું નામ સાંભળીને મનોજે મોટેથી હસવાનો પ્રયત્ન કર્યો. બહુ ઓછા લોકો જાણે છે કે ધર્મેન્દ્રને એ સમયે ફિલ્મોમાં કામ મળી રહ્યું ન હતું જેના લીધે બોમ્બે છોડવાની તૈયારી કરી હતી. પંજાબ પાછા જવા માટે ટિકિટ લીધી હતી. અને જ્યારે મનોજ કુમારને આ વાતની જાણ થઇ તો તેઓ ધર્મેન્દ્રને રોકવા માટે પહોંચી ગયા હતા અને ટ્રેનમાંથી ધર્મેન્દ્રને ઉતારી પાછા લાવ્યા હતા. સોમવારે જ્યારે આ ઘટનાનો ઉલ્લેખ થયો ત્યારે તે આ વાતોને યાદ કરીને ખૂબ હસ્યા હતા. 


આ પણ વાંચો: rajinikanth 'જેલર'ના શૂટિંગ માટે પહોંચ્યા જેસલમેર, થયું જોરદાર શાહી સ્વાગત, જુઓ વીડિયો


Rajinikanth Royal Welcome:  ભારતીય સિનેમાના દિગ્ગજ કલાકારોની વાત આવે ત્યારે રજનીકાંતનું(rajinikanth) નામ ચોક્કસથી લેવામાં આવે છે. તેઓએ તેમના સ્ટાઇલિશ અભિનય અને નમ્ર સ્વભાવના કારણે કરોડો ચાહકોના દિલમાં સ્થાન બનાવ્યું છે. ત્યારે હવે તેમના ફેન્સ માટે મોટા સમાચાર સામે આવ્યા છે. ચાલો તમને આ વિશે વિગતવાર માહિતી આપીએ.


રજનીકાંત જેલરના શૂટિંગ માટે જેસલમેર પહોંચ્યા


કરોડો દિલો પર રાજ કરનારા દિગ્ગજ અભિનેતા રજનીકાંત  (rajinikanth ) હાલ જેસલમેરમાં છે અને તેઓ ફિલ્મ જેલરના શૂટિંગ માટે અહીં પહોંચ્યા છે. રજનીકાંત જેસલમેર પહોંચ્યા ત્યારે તેમનું શાહી અંદાજમાં સ્વાગત કરવામાં આવ્યું હતું. હોટલના સ્ટાફે તેઓનું ભવ્ય સ્વાગત કર્યું હતું. સ્ટાફના લોકોએ તેમના ગીત પર ડાન્સ કર્યો હતો અને થલાઈવા કહીને તેઓનું સન્માન કર્યું હતું. 


થલાઈવા કહીને વધાર્યું માન-સન્માન


રજનીકાંત(rajinikanth) દરેકના પ્રિય સુપરસ્ટાર છે. જેલરના શૂટિંગ માટે જ્યારે તે જેસલમેર પહોંચ્યા ત્યારે હોટેલ સ્ટાફે તેઓનું ભવ્ય સ્વાગત કર્યું હતું. સાથે જ તેમને થલાઈવા કહીને સન્માનિત કરવામાં આવ્યા હતા. રજનીકાંતનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. રજનીકાંત જેસલમેરમાં એક નાનું પરંતુ ખૂબ જ મહત્વપૂર્ણ શેડ્યૂલ શૂટ કરશે.


જેલર ફિલ્મના શૂટિંગ માટે રજનીકાંત રાજસ્થાનમાં


ફિલ્મ જેલરના કારણે રજનીકાંત અને નેલ્સન દિલીપ કુમાર પહેલીવાર સાથે કામ કરી રહ્યા છે. થલાઈવાના ચાહકો માટે આ ફિલ્મ એક મોટી ભેટ સાબિત થઈ શકે છે. રામ્યા કૃષ્ણન, તમન્ના ભાટિયા, યોગી બાબુ અને મલયાલમ અભિનેતા વિનાયકન પણ આ ફિલ્મમાં મહત્વની ભૂમિકામાં જોવા મળશે. આ સિવાય મોહન અને શિવ રાજકુમારનો કેમિયો પણ જોવા મળશે. અનિરુદ્ધ રવિચંદરે સન પિક્ચર્સના બેનર હેઠળ આ ફિલ્મને પોતાના સંગીતથી સજાવી છે.


આ ફિલ્મ ક્યારે રિલીઝ થશે ?


મળતી માહિતી મુજબ સેલિબ્રિટી હેરસ્ટાઈલિસ્ટ આલીમ હકીમને જેલરમાં રજનીકાંતના મેકઅપની જવાબદારી સોંપવામાં આવી છે. એવું માનવામાં આવે છે કે આ ફિલ્મ આ વર્ષના અંતમાં સિનેમાઘરોમાં રિલીઝ થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે શિવ અન્નાથે પછી રજનીકાંતની આ પહેલી ફિલ્મ હશે. શિવ અન્નાથે 2021માં રિલીઝ થઈ હતી.