મુંબઇઃ બોલિવૂડ એક્ટ્રેસ અનુષ્કા શર્માએ ઇન્સ્ટાગ્રામ પર ટ્રેડિશનલ લૂકમાં પોતાની તસવીર શેર કરી છે. તસવીરોમાં તે તેના પતિ અને આરસીબીના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી સાથે જોવા મળી રહી છે.






અનુષ્કા-વિરાટની તસવીરો વાયરલ


વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા લગ્નના ફંક્શનમાં પહોંચ્યા હતા. અનુષ્કા શર્મા ખૂબ જ સુંદર પિંક કલરના સૂટમાં જોવા મળી રહી છે. અનુષ્કા શર્માએ હેવી ગોલ્ડન ઈયરિંગ્સ, મિનિમલ મેકઅપ, સાઈડ પાર્ટેડ ઓપન હેર, પિંક બ્લશર સાથે આ લુક કમ્પ્લીટ કર્યો છે.


અનુષ્કા શર્મા સાથે વિરાટ કોહલી બ્લુ કુર્તા અને સફેદ પાયજામામાં જોવા મળી રહ્યો છે. આ તસવીરોમાં અનુષ્કા અને વિરાટ મેડ ફોર ઇચ અધર કપલ લાગી રહ્યા છે.


આ તસવીરો શેર કરતાં અનુષ્કાએ લખ્યું- બબલમાં વેડિંગ ફંક્શન, હવે મને લાગે છે કે મેં લગભગ દરેક ફંક્શન અને ફેસ્ટિવલ બબલમાં સેલિબ્રેટ કર્યા છે. અનુષ્કા શર્માની આ તસવીરોને 1 કલાકથી ઓછા સમયમાં 9 લાખથી વધુ લાઈક્સ મળી છે. પોતાના ફેવરિટ કપલને જોઈને ચાહકો ખુશ થયા છે.  નોંધનીય છે કે અનુષ્કા શર્મા તેની આગામી ફિલ્મ ચકદા એક્સપ્રેસમાં જોવા મળશે. આ ફિલ્મમાં અનુષ્કા પ્રથમવાર ક્રિકેટરની ભૂમિકામાં જોવા મળશે.