Nayanthara unfollows her Husband: સાઉથની લેડી સુપરસ્ટાર કહેવાતી નયનતારા વિશે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. કદાચ અભિનેત્રીના લગ્ન જીવનમાં કંઈક સારું નથી ચાલી રહ્યું. નયનતારાની લેટેસ્ટ પોસ્ટ પરથી આનો અંદાજ લગાવી શકાય છે.


 શું નયનતારાના લગ્નજીવનમાં કઇ સમસ્યા છે?


અભિનેત્રીએ તાજેતરમાં તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરી જેમાં લખ્યું છે કે "તેની આંખોમાં આંસુ હોવા છતાં, તે હંમેશા કહેશે 'મને આ મળ્યું". અભિનેત્રીએ આ રહસ્યમય પોસ્ટ શેર કરીને ચાહકોને વિચારવા મજબૂર કરી દીધા છે.


 






પતિને કર્યાં અનફોલો


એટલું જ નહીં, નયનતારાએ તેના પતિ ફિલ્મમેકર વિગ્નેશ શિવનને ઈન્સ્ટાગ્રામ પર 'અનફોલો' કરી દીધા છે. તે જ સમયે, ચાહકો તેમના અલગ થવાના સમાચારથી ખૂબ જ ચિંતિત દેખાય છે.બંને દક્ષિણના પ્રિય કપલ તરીકે જોવામાં આવે છે.


-


બંનેની પ્રથમ મુલાકાત


બંનેના લગ્નને લાંબો સમય થયો નથી.બંનેએ વર્ષ 2021માં સગાઈ કરી અને 2022માં ખૂબ જ ધામધૂમથી લગ્ન કર્યા. બંનેની પહેલી મુલાકાત 2015માં 'નાનુમ રાઉડી'ના સેટ પર થઈ હતી. ફિલ્મના શૂટિંગ દરમિયાન બંને એકબીજાના પ્રેમમાં પડી ગયા હતા. તમને જણાવી દઈએ કે વિગ્નેશ આના ડાયરેક્ટર હતા. લગભગ 6 વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા પછી બંનેએ લગ્ન કરવાનો નિર્ણય લીધો. 


નયનતારાના વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો, નયનતારાએ આ વર્ષની શરૂઆતમાં જવાન  ફિલ્મ સાથે  બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. અટલી દ્વારા નિર્દેશિત, આ ફિલ્મને પ્રેક્ષકો તરફથી સકારાત્મક પ્રતિસાદ મળ્યો હતો  અને વૈશ્વિક સ્તરે રૂ. 1000 કરોડથી વધુ કમાણી કરી હતી.