રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના માલિક મુકેશ અંબાણીની પુત્રી ઇશા અંબાણીએ હોળી નિમિત્તે એક ગ્રાન્ટ પાર્ટી યોજી હતી, જેમાં બી ટાઉનના દરેક સેલેબ્સે હાજરી આપી હતી, જેમાં સૌથી ખાસ વાત એક્ટ્રેસ કેટરીના કૈફ અને એક્ટર વિકી કૌશલની જોડી રહી હતી. બન્ને પાર્ટીમાં એકબીજા સાથે જોવા મળ્યા હતા.
ઇશા અંબાણીની હોળી પાર્ટીમાં કેટરીના કૈફ વ્હાઇટ કલરનો લેંઘા ડ્રેસ પહેરીને પહોંચી હતી, જ્યારે એક્ટર વિકી કૌશલ પણ ફૂલ મસ્તીમાં દેખાયો હતો. તેને પણ વ્હાઇટ શર્ટ અને ડેનિમ જીન્સ પહેર્યુ હતુ. બન્ને એકબીજાને ડેટ કરતા હોવાની વાત અગાઉ પણ ચર્ચાએ ચઢી હતી. જોકે આ પાર્ટી બાદ બન્ને એકબીજાથી વધુ નજીક આવી ચૂક્યા છે.
કેટરીના કૈફ હાલ 36 વર્ષની છે, જ્યારે એક્ટર વિકી કૌશલ 31 વર્ષનો છે. એટલે કે કેટરીના પોતાનાથી પાંચ વર્ષ નાના એક્ટરને ડેટ કરી રહી છે.
ઉલ્લેખનીય છે કે, કેટરીના કૈફનુ નામ અગાઉ બૉલીવુડના દિગ્ગજ એક્ટર સલમાન ખાન સાથે ચર્ચામાં હતુ, જોકે હવે કેટરીનાએ સલમાનથી દુરી બનાવી લીધુ હોય તેવુ લાગી રહ્યું છે.