વીડિયોમાં જાહ્નવી કપૂર ડાન્સની પ્રેક્ટિસ કરતા સમયે ખૂબ જ સુંદર એક્સપ્રેશંસ આપતી જોવા મળી. જાહ્નવી કપૂરના આ વીડિયોને અત્યાર સુધીમાં 4 લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે. આ વીડિયો જોયા બાદ ફેન્સ સતત કોમેન્ટ કરી રહ્યા છે.
વર્ક ફ્રન્ટની વાત કરવામાં આવે તો જાહ્નવી કપૂર ફિલ્મ ગુંજન સક્સેનામાં જોવા મળી હતી. તેણે ફિલ્મમાં પાયલટની ભૂમિકા નિભાવી હતી. જાહ્નવી કપૂર ટૂંક સમયમાં કરણ જોહરની આગામી ફિલ્મ તખ્તમાં જોવા મળશે. સાથે જ રાજકુમારની આગામી ફિલ્મ રુહીઅફ્ઝામાં જોવા મળશે અને દોસ્તાના 2માં પણ કાર્તિક આર્યન સાથે રોમાન્સ કરતી જોવા મળશે.