Janhvi Kapoor Confirm Relationship: આજકાલ એક્ટ્રેસ જ્હાન્વી કપૂર તેની ફિલ્મ મિસ્ટર એન્ડ મિસિસ માહીના પ્રમૉશનમાં વ્યસ્ત છે. આ ફિલ્મ રિલીઝ થઈ ગઈ છે અને બૉક્સ ઓફિસ પર સારું કલેક્શન કરી રહી છે. ફિલ્મમાં જ્હાન્વી સાથે રાજકુમાર રાવ લીડ રૉલમાં જોવા મળી રહ્યો છે. ફિલ્મના પ્રમૉશનની સાથે જ જ્હાન્વી પોતાની અંગત જિંદગીને કારણે પણ ચર્ચામાં રહે છે. અહેવાલો અનુસાર, તે શિખર પહાડિયાને ડેટ કરી રહી છે અને હવે આડકતરી રીતે જ્હાન્વીએ પણ તેમના સંબંધોની પુષ્ટિ કરી છે.


જ્હાન્વી અને રાજકુમાર તેમની ફિલ્મ મિસ્ટર એન્ડ મિસિસ માહીના પ્રમૉશન માટે કપિલ શર્માના શૉમાં ગયા હતા. ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શોમાં કૉમેડિયન રાજકુમાર રાવને એક જ વ્યવસાય સાથેની છોકરી સાથે લગ્ન કરવાના ફાયદા અને ગેરફાયદા પૂછ્યા.


શિખર પહાડિયાને કરી રહી છે ડેટ ? 
રાજકુમાર પછી કપિલ જ્હાન્વીને પૂછે છે કે તમે તમે સેમ ઇન્ટરેસ્ટ વાળા લાઇફ પાર્ટનરને ચૂસ કરવાનું પસંદ કરશો કે અથવા તો જે શિખર પર છો તમે તેમાં જ ખુશ છો ? કપિલનો આ સવાલ સાંભળીને જ્હાન્વી શરમાવા લાગે છે અને પછી કહે છે - 'હું અત્યારે જે શિખર પર છું તેના પર હું ખૂબ જ ખુશ છું.' જ્હાન્વીએ જે કહ્યું તેના પરથી લાગે છે કે તેણે શિખર સાથેના સંબંધો પર મહોર મારી દીધી છે. તેનો આ વીડિયો ઘણો વાયરલ થઈ રહ્યો છે.


લગ્નની અફવાઓ પર તોડ્યુ મૌન 
તાજેતરમાં ETimes ને આપેલા એક ઇન્ટરવ્યૂમાં જ્હાન્વી કપૂરે શિખર પહાડિયા સાથે લગ્નની અફવાઓ વિશે વાત કરી હતી. તેણે કહ્યું- તાજેતરમાં મેં ખૂબ જ મૂર્ખતાપૂર્ણ કંઈક વાંચ્યું, જેમાં બતાવવામાં આવ્યું કે મેં મારા સંબંધોની પુષ્ટિ કરી છે અને હું લગ્ન કરવા જઈ રહી છું. લોકો 2-3 આર્ટિકલ ભેળવીને કહે છે કે હું લગ્ન કરવા જઈ રહી છું. તેઓ એક અઠવાડિયામાં મારા લગ્ન કરાવશે જે યોગ્ય નથી. મારે તે ક્ષણ માટે કામ કરવું પડશે.


વર્કફ્રન્ટની વાત કરીએ તો જ્હાન્વી ટૂંક સમયમાં સાઉથમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે. તે દેવરામાં સૈફ અલી ખાન અને જુનિયર એનટીઆર સાથે જોવા મળશે.