મુંબઈ ક્રૂઝ ડ્રગ્સ મામલે સુપર સ્ટાર શાહરુખ ખાનનો દિકરા આર્યન ખાન મુંબઈની આર્થર રોડ જેલમાં બંધ છે. તેની વચ્ચે જાણીતા ગીતકાર, સ્ક્રિપ્ટ રાઈટર અને સંવાદ લેખક જાવેદ અખ્તર શાહરુખ અને આર્યન ખાનના સમર્થનમાં આગળ આવ્યા છે. તેમણે શાહરુખ ખાન અને આર્યન ખાનના નામ લીધા વગર તપાસના નામે બોલીવૂડ ઈન્ડસ્ટ્રીયના મોટો મોટા સેલેબ્સને નિશાન બનાવવાની વાત કરી છે.
શાહરુખ અને આર્યન ખાનના સમર્થનમાં બોલ્યા જાવેદ અખ્તર
મુંબઈમાં જુહૂ સ્થિત એક બૂક સ્ટોરમાં ચેંજમેકર્સ નામના પુસ્તક લોંચ દરમિયાન બોલીવૂડને નિશાન બનાવવાની વાત સાથે જોડાયેલી એબીપીના સવાલ પર જાવેદ અખ્તરે કહ્યું, હું તો એટલું કહેવા માંગીશ કે એક પોર્ટ (અદાણી પોર્ટ) પરથી એક બિલિયન ડૉલરની કોકિન મળે છે અને એક જગ્યાએ ક્યાંક ક્રૂઝ પર 1200 લોકો મળે છે અને ત્યાંથી 1.30 લાખની કિંમતની ચરસ મળે છે, તો એક ખૂબ જ મોટા નેશનલ ન્યૂઝ બની જાય છે. બિલિયન ડૉલર કોકિન વિશે તો હેડલાઈન પણ જોવા ન મળી. પાંચમાં અથવા છઠ્ઠા પેઈજ પર સમાચાર આવે છે. પછી કહે છે કે અમે આ પોર્ટ પર જહાજ નહી આવવા દઈએ. અરે પેલા જે મળ્યુ છે તેના વિશે વાત તો કરો.
આર્યન ખાનની 2 ઓક્ટોબરના રોજ NCB (નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો)એ ક્રૂઝ પરથી અટકાયત કરી હતી અને 3 ઓક્ટોબરના રોજ ધરપકડ કરી હતી. ત્યારથી જ આર્યન પહેલા NCB લૉકઅપમાં અને હવે આર્થર રોડ જેલમાં બંધ છે. આર્યનની જામીન અરજીનો ચુકાદો 20 ઓક્ટોબરે આવશે.
શિલ્પા શેટ્ટી અને રાજ કુંદ્રાએ શર્લિન ચોપડા સામે 50 કરોડ રુપિયાની માનહાનિનો કેસ કર્યો
અભિનેત્રી શિલ્પા શેટ્ટી અને તેના પતિ રાજ કુન્દ્રાએ એક્ટ્રેસ શર્લિન ચોપરા સામે 50 કરોડ રૂપિયાનો માનહાનિનો દાવો કર્યો છે. રાજ કુંદ્રા અને શિલ્પા શેટ્ટીના વકીલ પ્રશાંત પાટીલે શર્લિન ચોપરાને નોટિસ મોકલીને એક સપ્તાહની અંદર માફી માંગવા કહ્યું છે અને જો શર્લિન ચોપરા રાજ કુંદ્રા શિલ્પા શેટ્ટીની માફી નહીં માગે તો 50 કરોડનો માનહાનિનો દાવો અને ફોજદારી દાવો રાજ કુન્દ્રા અને શિલ્પા શેટ્ટી દ્વારા દાખલ કરવામાં આવશે.
તમને જણાવી દઈએ કે શર્લિન ચોપરાએ મીડિયા ચેનલોને ઈન્ટરવ્યુ આપ્યા હતા જેમાં રાજ કુન્દ્રા પર જાતીય સતામણી અને છેતરપિંડીનો આરોપ લગાવ્યો હતો. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે શર્લિનએ તેમની વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરી છે.
નિવેદનમાં લખવામાં આવ્યું છે કે, "શર્લિન ચોપરાએ રાજ કુન્દ્રા અને શિલ્પા શેટ્ટી કુંદ્રા પર લગાવેલા તમામ આરોપો બનાવટી, ખોટા, પાયાવિહોણા અને કોઈ પુરાવા વગરના છે. શર્લિન ચોપરાએ માત્ર બદનામી અને બળજબરી વસૂલીના હેતુથી આરોપો લગાવ્યા છે.