મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જ્હોન અબ્રાહમ અને ઇમરાન હાશ્મીની આગામી ફિલ્મ 'મુંબઈ સાગા' પણ આ વર્ષે 2021 માં ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થવા જઈ રહી છે. એટલે કે, નવું વર્ષ શરૂ થતાં જ જ્હોન અબ્રાહમ અને ઇમરાન હાશ્મીના ચાહકોને સારા સમાચાર મળ્યા છે.
લોકડાઉન પહેલા ફિલ્મનું શૂટિંગ પૂરું થઈ ગયું હતું. ફિલ્મ રિલીઝ માટે લગભગ તૈયાર છે. આ ફિલ્મ એમેઝોન પ્રાઇમ પર રિલીઝ થશે. મુંબઈ સાગાના નિર્માતાઓ આથી ખૂબ જ ખુશ છે અને આ સોદો અંતિમ માનવામાં આવે છે.
જોન અબ્રાહમ અને ઈમરાનની આ ફિલ્મની સ્ટોરી 80ના દશકની છે. ગેંગસ્ટરની કહાની પર ફિલ્મ બનાવવામાં આવી છે. ફિલ્મનું નિર્દેશન સંજય ગુપ્તાએ કર્યું છે. ફિલ્મમાં હુમા કુરેશી,સુનિલ શેટ્ટી પ્રતિક બબ્બર, ગુલશન ગ્રોવર, રોનિત રોય, મહેશ માંજરેકર જેવા કલાકારો છે.