દીપિકા પાદુકોણે (Deepika Padukone) 31 ડિસેમ્બરની રાતે નવુ વર્ષ શરુ થવાના થોડાક જ સમય પહેલા ઈન્સ્ટાગ્રામ, ટ્વિટર અને ફેસબુક પરથી તમામ પોસ્ટ ડિલીટ કરી દીધી હતી. જો કે, તેના બાદ ઈન્સ્ટા પર એક પોસ્ટ શેર કરી છે જેમાં ઓડિયો ક્લિપ છે. આ ક્લિપ દ્વારા પોતાના ફેન્સને નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી. જો કે, દીપિકાએ પોસ્ટ ડિલિટ કરવા પાછળનું કોઈ જ કારણ આપ્યું નથી.
દીપિકાએ 32 સેકન્ડની ઓડિયો ક્લિપ શેર કરીને પોતાના ફેન્સને હેપ્પી ન્યૂ યર (Happy New Year) કહ્યું હતું. આ ક્લિપમાં 2020ને લઈને પોતાના કેટલાક અનુભવ અને વ્યૂઝ પણ તેણે શેર કર્યા છે. તેણે આ વર્ષે શું અનુભવ્યું અને શું નવુ શીખ્યું તેને ખૂબજ ઓછા શબ્દોમાં જણાવ્યું હતું.
કોરોના મહામારીના કારણે વર્ષ 2020 આમ તો બધા માટે પડકારજનક હતું પરંતુ દીપિકા માટે આ વર્ષ આલોચનાઓથી ભરેલું રહ્યું હતું. ડ્રગ્સ કેસમાં નામ આવ્યા બાદ તેને ઘણી પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો.
એવામાં દીપિકાએ વર્ષના અંતિમ દિવસે 2020ની તમામ યાદોને ડીલિટ કરવાનો પ્રયાસ કર્યો છે. કદાચ આ જ કારણે તેણે તમામ પોસ્ટ ડિલીટ કરી દીધી છે.