નવી દિલ્હીઃ ડબલ્યૂડબલ્યૂઇ ચેમ્પિયન અને હૉલીવુડ ફિલ્મ અભિનેતા જૉન સીનાએ બૉલીવુડ અભિનેતા રણવીર સિંહની તસવીર પૉસ્ટ કરી છે, અને તેને 'સ્ટૉન કૉલ્ડ સિંહ' કહ્યો છે. માર્ચમાં રણવીરે એક તસવીર શેર કરી હતી, જેમાં તે જૉમ્બીની જેમ દેખાઇ રહ્યો હતો, અને તેના વાળ ડ્રેડલૉક લૂકમાં હતી.

સીનાએ હવે તે તસવીરને પોતાના ઇન્સ્ટાગ્રામત પ્રૉફાઇલ પર શેર કરતા કેપ્શનમાં લખ્યું- 'સ્ટૉન કૉલ્ડ સિંહ' ...



આ તસવીરની ઉપર હવે અભિનેતા રણવીર સિંહે પ્રતિક્રિયા આપી છે, આ પૉસ્ટ પર પ્રતિક્રિયા આપતા અભિનેતાએ લખ્યું, કૉમેન્ટ સેક્શનમાં લખ્યું "હાહાહા."



ઉલ્લેખનીય છે કે, જૉન સીના ભારતમાં થનારી ગતિવિધિઓ પર ખુબ ધ્યાન રાખે છે, અને પોતાની પૉસ્ટમાં અહીં જોડાયેલી વાતો શેર કરતો રહે છે. આ અગાઉ રિયાલિટી શૉ બિગ બૉસનો પણ ઉલ્લેખ પોતાના ઇન્સ્ટાગ્રામ પર કર્યો હતો.