એક્ટ્રેસ ઉર્વશી રૌતેલાએ વિરાટ કોહલીને Gymમાં આપી ટક્કર, વીડિયો વાયરલ
એબીપી અસ્મિતા વેબ ટીમ | 02 Feb 2020 09:44 AM (IST)
થોડા દિવસ પહેલા ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ આવો જ એક વર્ક આઉટનો વીડિયો શેર કર્યો હતો. એવું લાગે છે કે ઉર્વશીએ તેને ચેલેન્જ તરીકે સ્વીકારી અને પૂરી પણ કરી.
બોલિવૂડ એક્ટ્રેસ ઉર્વશી રૌતેલા પોતાની બોલ્ડ અને ફિટનેસના કારણે ચર્ચામાં રહે છે. ઉર્વશીના જબરજસ્ત જિમ વર્કઆઉટના વીડિયો પણ સોશિલય મીડિયા વાયરલ થતા કરહે છે. એવામાં પાગલપંતી એક્ટ્રેસે પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક ફિટનેસ વીડિયો ક્લિપ શેર કરી છે. જેમાં તે બોક્સ પર જમ્પ મારતી નજર આવી રહી છે. થોડા દિવસ પહેલા ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ આવો જ એક વર્ક આઉટનો વીડિયો શેર કર્યો હતો. એવું લાગે છે કે ઉર્વશીએ તેને ચેલેન્જ તરીકે સ્વીકારી અને પૂરી પણ કરી. બન્નેના ફિટનેસનો વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે અને ફેન્સને પણ ખૂબ પસંદ આવી રહ્યો છે. બન્નેનો વીડિયો હાલમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. વિરાટ અને ઉર્વશી બન્ને સોશિયલ મીડિયા પર ઘણા એક્ટિવ રહે છે. બન્ને પોતાના વર્કઆઉટના વીડિયો પોસ્ટ કરતા રહે છે. ઈન્સ્ટાગ્રામ પર કોહલીના ફોલોઅર્સ 48 મિલિયનથી વધુ છે. જ્યારે ઉર્વશીના 22.5 મિલિયન ફોલોઅર્સ છે.