મુંબઈઃ માત્ર આમ આદમી જ નહીં સેલિબ્રિટીઝ પણ ટેલિકોમ કંપનીઓની કથળેલી સેવાઓનો ભોગ બનતા હોય છે. એક્ટ્રેસ-મૉડલ પૂજા હેગડે પણ ટેલિકોમ કંપનીઓથી તંગ આવી ગઈ હતી અને તેણે આ અંગે ટ્વિટર પર જ ભડાસ કાઢી હતી.


મોબાઇલ કંપનીઓના નેટવર્કથી પરેશાન થઈ પૂજાએ ટ્વિટર પર લખ્યું, એરટેલ અને તેની સર્વિસેઝથી તંગ આવી ચુકી છે. ખોટા બિલ, બોગસ કસ્ટમર સર્વિસ અને તેના સિસ્ટમમાં હંમેશા કોઈને કોઈ મુશ્કેલી રહતી હોય છે. ખુદને બચાવો અને બીજા નેટવર્ક જાવ. અત્યાર સુધીનો સૌથી ખરાબ અનુભવ.


પૂજા 2019માં ત્રણ ફિલ્મોમાં નજરે પડી હતી. તેણે મહર્ષિ, ગડાલાકોંડા ગણેશ અને હાઉસફૂલ 4માં કામ કર્યું હતું. 2020માં તે ફિલ્મોમાં નડરે પડશે. પૂજાની ફિલ્મી કરિયર બહુ લાંબી નથી.


મોટા પડદા પર કરિયરની શરૂઆત 2012માં રિલીઝ થયેલી ફિલ્મ Mugamoodiથી કરી હતી. ત્યારથી લઈ અત્યાર સુધી તેણે મોટાભાગે તમિલ અને તેલુગુ ફિલ્મોમાં કામ કર્યુ છે. (તસવીર સૌજન્યઃ ઈન્સ્ટાગ્રામ)


INDvNZ: આજે પાંચમી અને અંતિમ T-20, ટીમ ઈન્ડિયાની નજર ન્યૂઝીલેન્ડના વ્હાઇટવોશ પર

દિલ્હી ચૂંટણીઃ BJPનું આજે મહાજનસંપર્ક અભિયાન, શાહ-નડ્ડા કરશે ડોર-ટૂ-ડોર પ્રચાર