દેશભરમાં આજે નવરાત્રી અને ગુડી પડવાની ઉજવણી કરવામાં આવી રહી છે. સામાન્ય લોકોથી લઈને બોલિવૂડ સેલીબ્રીટી પણ આ તહેવારની ઉજવણી કરતા જોવા મળી રહ્યા છે. બધા લોકો એકબીજાને તહેવારની શુભેચ્છા પાઠવી રહ્યા છે. આ મુજબ સવારે ઉઠીને કાજોલ દેવગને પણ પતિ અજય દેવગનને ગુડી પડવાની શુભેચ્છા પાઠવી, પરંતુ આ દરમિયાન કાજોલ ભૂલી ગઈ કે આજે તેના પતિ અજય દેવગનનો પણ જન્મદિવસ છે. આવી સ્થિતિમાં, અજય દેવગને પત્ની કાજોલને જન્મદિવસની તારીખ કેવી રીતે યાદ કરાવી, આ કિસ્સો ખૂબ જ રસપ્રદ છે, જે કાજોલે તેના ચાહકો સાથે શેર કર્યો છે.
 
થોડા સમય પહેલા કાજોલ દેવગને પતિ અજય દેવગન સાથેનો રોમેન્ટિક ફોટો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો. આ તસવીરમાં કાજોલ તેના પતિ અજયને પ્રેમભરી નજરે જોઈ રહી છે. આ તસવીર શેર કરતા કાજોલે લખ્યું કે- મેં અજય દેવગનને ગુડી પડવાની શુભેચ્છા પાઠવી અને કહ્યું કે, ગુડી પડવા નીત બોલ ગઢવા! જે પછી અજયે મને કહ્યું - હેપ્પી બર્થડે તો બોલી દે... અજય દેવગનના આ ડાયલોગ પછી કાજોલને તેના પતિનો જન્મદિવસ યાદ આવ્યો અને પછી એક ખાસ પોસ્ટ દ્વારા કાજોલે પતિ અજયને જન્મદિવસની શુભેચ્છા પાઠવી.






અજય દેવગન અને કાજોલને બોલિવૂડનું પાવર કપલ કહેવામાં આવે છે. આ કપલની કેમેસ્ટ્રીના લોકો દિવાના છે. કાજોલ બબલી સ્ટાઈલ ધરાવે છે તેનાથી વિપરીત અજય દેવગન શાંત સ્વભાવનો છે. આવી સ્થિતિમાં આ બંનેની જોડી તેમના ચાહકો ઘણી પસંદ કરે છે. સાથે જ તેમની કેમેસ્ટ્રી પણ જોવા જેવી છે. આ તસવીરમાં તેમના લુકની વાત કરીએ તો કાજોલ બ્લેક એન્ડ બ્લુ કલરનું ઓફ શોલ્ડર ગાઉન પહેરેલી જોવા મળી રહી છે. તો બીજી તરફ અજય દેવગન ઓલ બ્લેક લૂકમાં એકદમ ડેશિંગ લાગે છે.