મુંબઇઃ બૉલીવુડ ફિલ્મો પર સાઉથની ફિલ્મોની કહાની ભારે પડી રહી છે, સામાન્ય રીતે સાઉથ ફિલ્મોની એક્ટ્રેસ અને એક્ટર બૉલીવુડમાં કામ કરવા માટે તૈયાર રહે છે, પરંતુ હવે સમય બદલાયો છે, એ પ્રમાણે બૉલીવુડના કલાકારો સાઉથ ફિલ્મોમાં કામ કરવા માટે રાજી થઇ રહ્યાં છે. આલિયા ભટ્ટે તાજેતરમાં જ આરઆરઆર ફિલ્મમાં કામ કર્યુ હતુ. હવે આલિયા ભટ્ટના રસ્તે વધુ એક હૉટ એક્ટ્રેસ નીકળી છે. 


બોલિવૂડની વધુ એક અભિનેત્રી સાઉથની ફિલ્મોમાં ગ્રાન્ડ એન્ટ્રી કરવા જઈ રહી છે. કૃતિ સેનનની બહેન અને અભિનેત્રી નુપુર સેનન હવે રવિ તેજા સાથે સાઉથની ફિલ્મોમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે. નુપુર સેનન ટોલીવુડમાં ડેબ્યુ કરવા જઈ રહી છે. આ ફિલ્મમાં નુપુર સાઉથના સુપરસ્ટાર રવિ તેજા સાથે રોમાન્સ કરતી જોવા મળશે. આ બંનેની ફિલ્મનું નામ છે ‘ટાઈગર – નાગેશ્વર રાવ’.




અભિનેત્રી કૃતિ સેનનની (Kriti Sanon) નાની બહેન નુપુર સેનને (Nupur Sanon) નવાઝુદ્દીન સિદ્દીકી (Nawazuddin Siddiqui) સાથે ફિલ્મ ‘નૂરાની ચેહરા’થી બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઇ રહી છે. તાજેતરમાં આ ફિલ્મનું શૂટિંગ પૂર્ણ થઈ ચૂક્યું છે અને હવે લોકો આ ફિલ્મની રિલીઝની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. 


લોકપ્રિય સ્ટાર આલિયા ભટ્ટ બાદ હવે નુપુર સેનન પણ સાઉથની ફિલ્મમાં એન્ટ્રી કરવા જઈ રહી છે. આ ફિલ્મનું નિર્માણ અભિષેક અગ્રવાલ દ્વારા કરવામાં આવશે, જેમણે તાજેતરમાં રિલીઝ થયેલી વિવાદાસ્પદ ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’નું નિર્માણ કર્યું હતું. જ્યારે વંશી આ ફિલ્મના નિર્દેશક હશે. આ ફિલ્મ આવતીકાલે એટલે કે 02/04/2022ના રોજ લોન્ચ થશે.


તાજેતરમાં આ ફિલ્મનું એક પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે, જેમાં કહેવામાં આવ્યું છે કે ફિલ્મમાં નુપુર સેનનની એન્ટ્રી કરવામાં આવી છે. આ ફિલ્મ તમિલ, તેલુગુ, મલયાલમ, કન્નડ અને હિન્દી, આમ 5 ભાષામાં રિલીઝ થશે.








 


આ પણ વાંચો........ 


દેશના કયા મોટા રાજ્યમાંથી આજથી કોરોનાના તમામ પ્રતિબંધો હટાવી દેવાયા, માસ્ક પણ નહીં પહેરવુ પડે, જાણો વિગતે


RR vs MI: સચિન સાથે ફોટો પડાવવા રાજસ્થાનના ખેલાડીઓ ઉમટ્યા, પગે પણ લાગ્યા, જુઓ વીડિયોમાં ખેલાડીઓનો ઉત્સાહ


કાકડી ખાવાથી શરીરમાં થાય છે ઘણા બધા ફાયદા, ગરમીમાં વધારે ખાવી જોઈએ


તમારે પાતળા થવુ હોય તો આ 5 મસાલાને ડાયેટનો ભાગ બનાવો, ઝડપથી ઘટશે વજન


રાજ્યમાં પોલીસ વિભાગ દ્વારા 57 PIની કરવામાં આવી બદલી, જુઓ આ રહ્યું લિસ્ટ