Kalki 2898 AD Box Office Collection Day 41: પ્રભાસ, દીપિકા પાદુકોણ, કમલ હાસન અને અમિતાભ બચ્ચન જેવા દિગ્ગજ કલાકારો અભિનીત ફિલ્મ 'કલ્કી 2898 એડી' 40 દિવસ પછી પણ સિનેમાઘરોમાં છે. અત્યાર સુધી અનેક રેકોર્ડ તોડી ચૂકેલી કલ્કીએ હવે શાહરૂખ ખાનની ફિલ્મ જવાનનો સૌથી મોટો રેકોર્ડ તોડી નાખ્યો છે.
'કલ્કી 2898 એડી'એ ભારતમાં 640.43 કરોડ રૂપિયાની કમાણી કરી હતી
'કલ્કી 2898 એડી'એ માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્વભરમાં સારી કમાણી કરી છે. મંગળવારે, 6 ઓગસ્ટે સિનેમાઘરોમાં ફિલ્મનો 41મો દિવસ છે. સૈકનિલ્કના અહેવાલ મુજબ, કલ્કીએ 6 ઓગસ્ટની સાંજે 7 વાગ્યા સુધી 28 લાખ રૂપિયા એકઠા કર્યા છે. આ સાથે ભારતમાં ફિલ્મનું કુલ કલેક્શન હવે 640.43 કરોડ રૂપિયા પર પહોંચી ગયું છે.
શાહરુખ ખાનની જવાનને છોડી પાછળ
કલ્કીએ હવે વધુ એક મોટો રેકોર્ડ પોતાના નામે નોંધાવ્યો છે. નોંધનીય છે કે કલ્કીએ 2023માં રિલીઝ થયેલી શાહરૂખ ખાનની બ્લોકબસ્ટર ફિલ્મ 'જવાન'નો મોટો રેકોર્ડ તોડ્યો છે. જવાને ઘરેલુ બોક્સ ઓફિસ પર કુલ 640.25 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. જ્યારે કલ્કીએ તેને પાછળ છોડી 640.43 કરોડ રૂપિયાની કમાણી કરી છે.
કલ્કી ભારતમાં ચોથી સૌથી વધુ કમાણી કરનાર ભારતીય ફિલ્મ બની
640.43 કરોડના કુલ કલેક્શન સાથે પ્રભાસ અને દીપિકા પાદુકોણની ફિલ્મ કલ્કી હવે ભારતમાં ચોથી સૌથી વધુ કમાણી કરનાર ભારતીય ફિલ્મ બની ગઈ છે. કલ્કિથી આગળ, આ યાદીમાં 'બાહુબલી 2' (રૂ. 1032.42 કરોડ), KGF 2 (રૂ. 859.7 કરોડ) અને RRR (રૂ. 782.2 કરોડ)નો સમાવેશ થાય છે.
વિશ્વભરમાં 1034.60 કરોડની કમાણી
ભારતમાં જ્યારે કલ્કીએ શાહરુખ ખાનની જવાનને પછાડીને કુલ રૂ. 640.43 કરોડનો બિઝનેસ કર્યો છે, ત્યારે ફિલ્મનું કુલ વર્લ્ડવાઈડ કલેક્શન રૂ. 1034.60 કરોડ સુધી પહોંચી ગયું છે.
'કલ્કી' ભારતની સૌથી મોંઘી ફિલ્મ છે
નોંધનીય છે કે કલ્કિ ભારતની અત્યાર સુધીની સૌથી મોંઘી ફિલ્મ છે. ડિરેક્ટર નાગ અશ્વિનના નિર્દેશનમાં બનેલી કલ્કિ 2898 એડી પર નિર્માતાઓએ 600 કરોડ રૂપિયા ખર્ચ્યા હતા. ફિલ્મે તેના બજેટ પ્રમાણે બોક્સ ઓફિસ પર પણ શાનદાર પ્રદર્શન કર્યું છે. હવે નિર્માતાઓએ તેના બીજા ભાગની તૈયારીઓ શરૂ કરી દીધી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કલ્કિ પાર્ટ 2નું બજેટ કલ્કિ 2898 એડી કરતાં વધુ હશે.