Kamal Haasan's Vikram To Be Stream On Ott Platform: સાઉથના સુપરસ્ટાર કમલ હાસનની ફિલ્મ વિક્રમ તમિલની સાથે હિન્દી બોક્સ ઓફિસ ઉપર પણ ધૂમ મચાવી રહી છે. આ ફિલ્મ 3 જૂનના દિવસે સિનેમાઘરોમાં રીલીઝ થઈ હતી. આ ફિલ્મ રીલીઝ થતાની સાથે જ દર્શકોને ખૂબ પસંદ આવી છે અને તાબડતોડ કમાણી કરી રહી છે. ફક્ત એક જ અઠવાડીયામાં 135 કરોડની આસપાસ કમાણી કરી હતી. દેશભરમાં આ ફિલ્મને સારો પ્રતિસાદ મળ્યો છે. ફિલ્મની સફળતા અને વધતા ક્રેઝ બાદ હવે એક નિર્ણય લેવામાં આવ્યો છે.
8 જૂલાઈએ રીલીઝ થશે 'વિક્રમ':
ફિલ્મ વિક્રમની રીલીઝને એક મહીનો થવા આવ્યો છે અને ફિલ્મની કમાણીની રફ્તાર યથાવત છે. ત્યારે હવે આ ફિલ્મને OTT પર રીલીઝ કરવા માટે મેકર્સે નિર્ણય લીધો છે. હવે આ ફિલ્મ ઓટીટી પ્લેટફોર્મ ડિઝ્ની પ્લસ હોટસ્ટાર (Ott Platform Disney Plus Hotstar) પર સ્ટ્રીમ થવા જઈ રહી છે. 8 જુલાઈથી દર્શકો આ ફિલ્મનો પોતાની ટીવી અને ફોનની સ્ક્રિન પર પણ જોઈ શકશે. ડિઝ્ની પ્લસ હોટસ્ટારે ટ્વીટર પર એક વીડિો શેર કર્યો છે જેમાં કમલ હાસન બંદૂકોથી ભરેલા રુમમાં જાય છે, બંદૂકની ગોળીથી તેમને દરવાજો ખોલતાં જોઈ શકાય છે. વીડિયોના કેપ્શનમાં લખવામાં આવ્યું છે કે, "મનુષ્ય લૌટ આયેગા."
તમને જણાવી દઈએ કે, કમલ હાસનની આ ફિલ્મ વિક્રમ એક એક્શન થ્રિલર કહાની પર બનેલી છે. આ ફિલ્મમાં તમિલના દિગ્ગજ અભિનેતા કમલ હાસને કર્નલનો રોલ કર્યો છે. આ ફિલ્મથી કમલ હસને ઘણા લાંબા સમય બાદ ફિલ્મી પડદે વાપસી કરી છે.