26 જાન્યુઆરીએ 2 મહિનાથી આંદોલન કરી રહેલા ખેડૂતોને ટ્રેક્ટર રેલી કાઢવાની મંજૂરી મળી ગઇ હતી,જો કે આ ટ્રેક્ટર રેલી દરમિયાન દિલ્લીની અનેક બોર્ડર પણ પોલીસ અને ખેડૂતો વચ્ચે ઘમાસાણ થયું. ખેડૂતોએ પહેલા તો શાંતિપૂર્વક ટ્રેક્ટર રેલી યોજવાનો વાયદો કર્યો હતો. પરંતુ રેલી શરૂ થતાંની સાથે જ ખેડૂતો નક્કી કરાયેલા રૂટથી વિરૂદ્ધ દિશામાં ટ્રેક્ટર લઇને નીકળી પડ્યાં જેના કારણે ગણતંત્રના અવસરે  રાજધાની દિલ્લીનો માહોલ ખરાબ થયો આ મુદે કંગના ભડકી અને તેમણે સોશિયલ મીડિયા પર ખેડતોને અભણ, ગંવાર કહીને ફટકાર લગાવી છે.

શું કહ્યું કંગના રનૌતે?

કંગનાએ ટ્વિટ કરીને લખ્યું કે, “જડ બનીને રહી ગયા છે,આ અભણ લોકો, જ્યારે પાડોશમાં કોઇ લગ્ન જેવો સારો પ્રસંગ હોય ત્યારે તેઓ દારૂ પીને બબાલ મચાવે છે અને શરમજનક હરકત કરે છે. બસ આવો જ હાલ થઇ ગયો છે દેશના લોકોનો"

કંગનાનું કૃષિ બિલ માટે સમર્થન


કંગના રનૌત પહેલાથી જ નવા કૃષિ કાયદાનું સમર્થન કરી રહી છે. તેમણે આ પહેલા પણ ટવિટ કરીને લખ્યું છે કે,”એ બધા જ લોકોને ગૂડ મોર્નિંગ, જે લોકો નવા કૃષિ કાયદાને સમજે છે. જે લોકો અખંડ ભારતને પ્રેમ કરે છે. જે આ દેશના ટૂંકડા કરવા નથી માંગતા, માત્ર એજ લોકોને ગૂડ મોર્નિગ, જે કૃષિ કાયદાનું સમર્થન કરે છે અને ખેડૂતના હિતરક્ષક છે”