બેંગલુરૂઃ સાઉથની હોટ એક્ટ્રેસ જયશ્રી રામૈયાહ સોમવારે મૃત હાલતમાં મળી આવતાં ખળભળાટ મચી ગયો છે. કન્નડ ફિલ્મોની અભિનેત્રી જયશ્રી રામૈયાહે આપઘાત કર્યો હોવાનું મનાય છે. જયશ્રી રામૈયાહ ડીપ્રેશનનો શિકાર બની હોવાથી હતાશામાં આપઘાત કર લીધો હોવાનું પોલીસનું માનવું છે.
જયશ્રી રામૈયાહે 2020માં પોતાન ડીપ્રેશન વિશે લંબાણપૂર્વક વાત કરી હતી. 22 જૂન, 2002ના રોજ જયશ્રીએ પોતાના ફેસબુક પેજ પર પોસ્ટ મૂકીને પોતાને આપઘાતના વિચારો આવતા હોવાનું લખ્યું હતું.
જયશ્રીએ લખ્યું હતું કે, હું જઈ રહી છું. આ f*****g વર્લ્ડ અને ડીપ્રેશનને ગુડબાય.
જયશ્રી રામૈયાહે થોડા સમય પછી આ પોસ્ટ ડીલીટ કરીને લખ્યું હતું કે, હું હવે ઠીક છું અને સલામત છું. લવ યુ ઓલ.
જયશ્રીએ પોતાની જીંદગી બચાવવા માટે સાઉથના સુપરસ્ટાર સુદીપ કિચ્ચા અને તેની ટીમનો આભાર પણ માન્યો હતો. સુદીપ કિચ્ચા ‘બિગ બોસ’ની કન્નડ એડિશનમાં હોસ્ટ હતો.
જયશ્રી રામૈયાહે 25 જુલાઈ, 2020ના રોજ પોતાન ફેસબુક પેજ પર લાઈ થઈને ડીપ્રેશન વિશે વાત કરી હતી. તેણે કહ્યું હતું કે, આ બધું હું પબ્લિસિટી માટે નથી કરી રહી. હું સુદીપ સર પાસેથી કોઈ નાણાંકીય મદદની અપેક્ષા પણ નથી રાખતી. હું મૃત્યુ ઈચ્છું છું કેમ કે ડીપ્રેશન સામે લડવા સક્ષમ નથી. હું આર્થિક રીતે મજબૂત છું પણ ડીપ્રેશનમાં છું. હું ઘણી અંગત સમસ્યાઓમાંથી પસાર થઈ રહી છું. બાળપણથી મારી સાથે દગો થયો છે અને હું તેમાંથી બહાર આવી શકતી નથી.
સાઉથની હોટ એક્ટ્રેસે FB પર લખ્યુઃ આ f*****g વર્લ્ડ અને ડીપ્રેશનને ગુડબાય, ક્યા સુપરસ્ટારે પોતાના સ્ટાફને મોકલીને બચાવી જીંદગી ?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
26 Jan 2021 11:46 AM (IST)
જયશ્રી રામૈયાહે થોડા સમય પછી આ પોસ્ટ ડીલીટ કરીને લખ્યું હતું કે, હું હવે ઠીક છું અને સલામત છું. લવ યુ ઓલ.
ફાઇલ ફોટો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -