મુંબઇઃ બૉલીવુડ એક્ટ્રેસ કંગના રનૌતે ફરી એકવાર ફિલ્મ મેકર અને પ્રૉડ્યૂસર કરણ જૌહર પર નિશાન તાક્યુ છે. તેને કહ્યું કે, ફિલ્મ ઇન્ડસ્ટ્રી કરણ જૌહર કે તેના પપ્પાએ નથી બનાવી. આ ઇન્ડસ્ટ્રી તે નાગરિકો અને દર્શકોએ બનાવી છે, જેને ટિકીટ ખરીદી છે. આ ઇન્ડસ્ટ્રી કરોડો દેશવાસીઓએ બનાવી છે.


કંગના રનૌતે ટ્વીટમાં લખ્યું- ઇન્ડસ્ટ્રી માત્ર કરણ જૌહર કે તેના પપ્પાએ નથી બનાવી, બાબા સાહેબ ફાળકેથી લઇને દરેક કલાકાર અને મજૂરોએ બનાવી છે. તે ફૌજીઓએ જેને સીમાઓને બચાવી, તે નેતાએ જેને બંધારણની રક્ષા કરી છે, તે નાગરિકે જેને ટિકીટ ખરીદી છે અને દર્શકની ભૂમિકા નિભાવી, ઇન્ડસ્ટ્રી કરોડો ભારતવાસીઓએ બનાવી છે.



ઉલ્લેખનીય છે કે કંગના રનૌત સુશાંત સિંહ રાજપૂતના મોત બાદ કરણ જૌહર પર સતત આક્રમક છે. તેને કરણ જૌહર, મહેશ ભટ્ટ અને આદિત્ય ચૌપડા પર સુશાંતની હત્યાનો આરોપ લગાવ્યો હતો. તેને કહ્યું હતુ કે બૉલીવુડના મોટા ફિલ્મમેકર્સ અને પ્રૉડક્શન હાઉસે સુશાંતના કેરિયરની બરબાદ કરી. તેને કામ કરવા ના દીધો અને તેનુ કામ છીનવી લીધુ હતુ.



થોડાક દિવસો પહેલા પણ કંગનાએ ટ્વીટ કરીને કરણ જૌહર પર નિશાન સાધ્યુ હતુ. તેને પોતાના ટ્વીટમાં હેન્ડલ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ટેગ કરતા ટ્વીટ કર્યુ હતુ. કરણ જૌહર મૂવી માફિયાનો દોષી છે, એટલે સુધી કે કેટલાયની જિંદગી બરબાદ કર્યા પછી પણ આઝાદીથી ફરી રહ્યો છે, તેના પર કોઇ કાર્યવાહી નથી કરવામાં આવતી. શું આપણા બધા માટે કોઇ આશા છે? બધુ પુરુ થયા બાદ તે અને તેની લકડબગ્ઘાની ગેન્ગ મારી તરફ આવશે...

અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મોત બાદ કંગના રનૌતે બૉલીવુડ પર નેપૉટિઝ્મનો આરોપ લગાવ્યો, તેને કહ્યું કે, બૉલીવુડમાં માત્ર સ્ટાર કિડ્સને જ આગળ ધપાવાય છે.