ભાજપ સાંસદ કંગના રનૌતને ચંદીગઢ એરપોર્ટ પર CISF મહિલા સુરક્ષાકર્મીએ મારી થપ્પડ

બોલિવૂડ અભિનેત્રી અને ભાજપ સાંસદ કંગના રનૌતને ચંદીગઢ એરપોર્ટ પર CISF મહિલા સુરક્ષાકર્મીએ થપ્પડ મારી દીધી છે.

Continues below advertisement

Kangana Ranaut Slapped By CISF Guard: બોલિવૂડ અભિનેત્રી અને ભાજપ સાંસદ કંગના રનૌતને ચંદીગઢ એરપોર્ટ પર CISF મહિલા સુરક્ષાકર્મીએ થપ્પડ મારી દીધી છે. અભિનેત્રીએ આક્ષેપો કર્યા છે અને કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. થપ્પડ મારનાર સુરક્ષાકર્મીનું નામ કુલવિંદર કૌર હોવાનું કહેવાય છે.

Continues below advertisement

તમને જણાવી દઈએ કે મંડીથી લોકસભા ચૂંટણી જીત્યા બાદ કંગના રનૌત આજે દિલ્હી જવા રવાના થઈ હતી. આ દરમિયાન ચંદીગઢ એરપોર્ટ પરથી થપ્પડ મારવાના સમાચાર આવ્યા છે. સોશિયલ મીડિયા પર પોતાનો ફોટો શેર કરતા કંગનાએ કહ્યું હતું કે તે સંસદમાં જઈ રહી છે. કંગનાએ ઈન્સ્ટાગ્રામ પર તેની તસવીર પણ શેર કરી છે. 

सांसद बनते ही कंगना रनौत को किसने मारा थप्पड़? चंडीगढ़ एयरपोर्ट पर हुआ हंगामा

કંગના રનૌતને શા માટે થપ્પડ મારી ?

કંગના રનૌતના રાજકીય સલાહકાર અનુસાર, ચંદીગઢ એરપોર્ટની અંદર CISF મહિલા ગાર્ડે કંગના રનૌતને થપ્પડ મારી હતી. તેઓએ માંગ કરી છે કે સીઆઈએસએફ ગાર્ડને હટાવવા જોઈએ અને તેમની સામે વહેલી તકે કાર્યવાહી કરવામાં આવે. એવો દાવો કરવામાં આવે છે કે CISF ગાર્ડ ખેડૂતોના આંદોલન વિરુદ્ધ બોલવાને કારણે કંગના રનૌતથી નારાજ હતી.

 

હિન્દી ફિલ્મ અભિનેત્રી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના લાંબા સમયથી સમર્થક કંગના કનૌત પોતાના ગૃહ રાજ્ય હિમાચલ પ્રદેશના મંડી સંસદીય મતવિસ્તારમાંથી પ્રથમ ચૂંટણી જીતી છે. તેણે રાજ્યના છ વખતના મુખ્યમંત્રી વીરભદ્ર સિંહ અને પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ પ્રતિભા સિંહના પુત્ર વિક્રમાદિત્ય સિંહને હરાવ્યા છે. પોતાના નિવેદનોથી ઘણી વખત વિવાદોમાં રહેલી કંગનાએ કહ્યું હતું કે ચૂંટણી જીત્યા બાદ તે પોતાનું જીવન લોકસેવા માટે સમર્પિત કરી દેશે. તે સાંસદ તરીકે કેવી રીતે કામ કરે છે તે અંગે લોકો ખૂબ જ ઉત્સુક છે.

બેઠક શા માટે રસપ્રદ છે ?

મંડીની વાત કરીએ તો બે યુવા ઉમેદવારો સામસામે આવી જતાં તે હોટ સીટ બની ગઈ હતી. આ લોકસભા સીટ કોંગ્રેસનો ગઢ માનવામાં આવે છે. અહીં મોટાભાગના રાજવી પરિવારોનું વર્ચસ્વ રહ્યું છે. અહીં યોજાયેલી 19 ચૂંટણીઓમાં (જેમાં 2 પેટાચૂંટણીઓનો પણ સમાવેશ થાય છે), રાજવી પરિવારોના નેતાઓ 13 વખત સંસદમાં ચૂંટાયા છે. જો કે, છેલ્લી બે લોકસભા ચૂંટણી (2014 અને 2019)માં ભાજપના ઉમેદવાર રામ સ્વરૂપ શર્મા આ બેઠક પરથી જીત્યા હતા.

 

Continues below advertisement
Sponsored Links by Taboola