Lok Sabha Election 2024 Result Update:  બોલિવૂડની ધાકડ ક્વિન કંગના રનૌત હવે રાજનીતિની પણ ક્વિન બની ગઈ છે. લોકસભા 2024ની ચૂંટણીમાં ભાજપ ઉમેદવાર કંગના રનૌત મંડી લોકસભા બેઠક પરથી ચૂંટણી જીતી છે. કૉંગ્રેસમાંથી વિક્રમાદિત્યસિંહ મેદાનમાં હતા. કંગના રનૌતને 527463 મત મળ્યા હતા. વિક્રમાદિત્યસિંહને 453760 મત મળ્યા છે. 


લોકસભા ચૂંટણી 2014ની વાત કરીએ તો ભાજપના રામ સ્વરૂપ શર્માએ કોંગ્રેસના બે ટર્મ સાંસદ પ્રતિભા સિંહને 39 હજાર મતોથી હરાવ્યા હતા. રામસ્વરૂપ શર્માને 3.62 લાખ અને પ્રતિભા સિંહને 3.22 લાખ વોટ મળ્યા હતા. સીપીઆઈ(એમ)ના કુશલ ભારદ્વાજ ત્રીજા નંબરે હતા. તેમને લગભગ 14 હજાર મત મળ્યા હતા.


2019નો જનાદેશ


2019ની લોકસભા ચૂંટણીમાં પણ આ બેઠક પરથી ભાજપના રામ સ્વરૂપ શર્મા જીત્યા હતા. તેમને 6 લાખ 47189 મત મળ્યા. જ્યારે કોંગ્રેસના આશ્રય શર્મા 2 લાખ 41730 મતો સાથે બીજા ક્રમે રહ્યા હતા. જ્યારે CPI(M)ના દિલીપ સિંહ કાયથ 14,838 મતો સાથે ત્રીજા ક્રમે રહ્યા હતા.


2021માં પેટાચૂંટણી યોજાઈ


આ બેઠક પર વર્ષ 2021માં પેટાચૂંટણી યોજાઈ હતી. આ પેટાચૂંટણી મંડીથી બીજેપી સાંસદ રામ સ્વરૂપ શર્માના નિધન બાદ થઈ હતી. ત્યારે કોંગ્રેસના ઉમેદવાર અને વિક્રમાદિત્ય સિંહની માતા પ્રતિભા સિંહની જીત થઈ હતી.


બેઠક શા માટે રસપ્રદ છે ?


મંડીની વાત કરીએ તો બે યુવા ઉમેદવારો સામસામે આવી જતાં તે હોટ સીટ બની ગઈ હતી. આ લોકસભા સીટ કોંગ્રેસનો ગઢ માનવામાં આવે છે. અહીં મોટાભાગના રાજવી પરિવારોનું વર્ચસ્વ રહ્યું છે. અહીં યોજાયેલી 19 ચૂંટણીઓમાં (જેમાં 2 પેટાચૂંટણીઓનો પણ સમાવેશ થાય છે), રાજવી પરિવારોના નેતાઓ 13 વખત સંસદમાં ચૂંટાયા છે. જો કે, છેલ્લી બે લોકસભા ચૂંટણી (2014 અને 2019)માં ભાજપના ઉમેદવાર રામ સ્વરૂપ શર્મા આ બેઠક પરથી જીત્યા હતા.


તમિલનાડુમાં ભાજપનું પ્રદર્શન નિરાશાજનક


તમિલનાડુની તમામ બેઠકો પર પ્રથમ તબક્કામાં મતદાન થયું હતું. છેલ્લી લોકસભા ચૂંટણીમાં ડીએમકેને બમ્પર જીત મળી હતી. આ પાર્ટીએ 39માંથી 38 બેઠકો કબજે કરી હતી. આ વખતે બીજેપી અન્નામલાઈના નેતૃત્વમાં ચૂંટણીમાં ઉતરી છે. તમિલનાડુમાં ફરી એક વખત ડીએમકેનો દબદબો જોવા મળી રહ્યો છે. 



543 લોકસભા સીટોના ​​ટ્રેન્ડમાં હાલમાં NDA 295 સીટો પર આગળ છે. જ્યારે ઈન્ડિયા એલાયન્સ હાલમાં 230સીટો પર આગળ છે. આ સિવાય 18 સીટો અન્યના ખાતામાં જતી જોવા મળી રહી છે.  એનડીએનો હિસ્સો જેડીયુને કુલ 15 બેઠકો મળતી દેખાઈ રહી છે. તેમજ ચંદ્રબાબુ નાયડુની પાર્ટી ટીડીપી 16 સીટો પર આગળ છે.