Priyanka Chopra Shah Rukh Khan Friendship: બોલીવુડથી હોલીવુડ સુધી તહલકા મચાવી રહેલી પ્રિયંકા ચોપરાએ જ્યારથી જણાવ્યું છે કે તેણે કેમ હિન્દી સિનેમાને ગુડબાય કહ્યું. ત્યારથી તે ખબરોમાં આવી ગઈ છે. પ્રિયંકા ચોપરાના ખુલાસા બાદ અનેક સેલેબ્સે પણ રીએક્શન આપ્યા છે. હવે એવી પણ ચર્ચા થઈ રહી છે કે પ્રિયંકાને શાહરુખ ખાન સાથે દોસ્તી કરવી ભારે પડી હતી.
પ્રિયંકા પર કંગના રનૌતનું ટ્વિટ
પ્રિયંકા ચોપરાએ બોલિવૂડથી દૂરી બનાવી લીધા બાદ કંગના રનૌતે પણ અભિનેત્રીનો પક્ષ લીધો અને ફરી એકવાર બોલિવૂડ માફિયાઓ પર પોતાનો ગુસ્સો ઠાલવ્યો. કંગનાએ કહ્યું, “મીડિયાએ કરણ જોહર સાથેના તેના સંબંધો વિશે ઘણું લખ્યું, કારણ કે તેની (પ્રિયંકાની) શાહરૂખ ખાન અને મૂવી માફિયા ક્રુએલા સાથે સારી મિત્રતા હતી. જે બહારના લોકોની શોધમાં રહે છે તેમણે પીસીને પંચિંગ બેગના રૂપમાં દેખી અને તેને એટલી હદે પરેશાન કરી કે તેણે ભારત છોડવું પડ્યું. કંગનાએ કરણને ઈર્ષાળુ, મતલબી અને ઝેરીલો ગણાવ્યો
શાહરૂખ-પ્રિયંકાના સંબંધો
કંગનાના આ ટ્વિટ પછી સવાલો ઉઠવા લાગ્યા છે કે શું શાહરૂખ ખાન સાથેની મિત્રતાના કારણે પ્રિયંકાએ દેશ છોડવો પડ્યો હતો. જો તમે નથી જાણતા તો તમને જણાવી દઈએ કે શાહરૂખ અને પ્રિયંકાના અફેરના સમાચારોએ પણ ઘણી હેડલાઈન્સ બનાવી હતી. પ્રિયંકા અને શાહરૂખે ફિલ્મ 'ડોન'માં સાથે કામ કર્યું હતું. તે સમયે એવા સમાચાર આવ્યા હતા કે બંને એકબીજાને ડેટ કરી રહ્યા છે. શાહરૂખ હંમેશા પ્રિયંકાને એક સારી મિત્ર માને છે અને ડેટિંગની અફવાઓને ફગાવી હતી, પરંતુ તેમના અફેરના સમાચાર ઓછા થયા નથી.
શાહરુખની મિત્રતાએ પ્રિયંકાના કરિયરને કેમ અસર કરી?
એકવાર એક પાર્ટીમાં શાહરૂખ ખાને પ્રિયંકા ચોપરાને કિસ કરી હતી. એસઆરકેની પત્ની ગૌરી ખાન આનાથી એટલી નારાજ થઈ ગઈ કે તેની અસર પ્રિયંકાના કરિયર પર પડવા લાગી. કરણ જોહરને પણ શાહરૂખ અને પ્રિયંકાની નિકટતા પસંદ ન હતી તેથી તેણે પણ પ્રિયંકાનો બહિષ્કાર કર્યો હતો. ગૌરીએ શાહરૂખને ધમકી પણ આપી હતી કે તે પ્રિયંકા સાથે ફરી ક્યારેય કામ નહીં કરે. શાહરૂખ ખાન સાથે પ્રિયંકાની દોસ્તી એટલી ભારે પડી કે તે બોલિવૂડથી દૂર થઈ ગઈ હતી અને ત્યાર પછી અભિનેત્રીએ હોલીવુડમાં પ્રવેશ કર્યો હતો.