મુંબઇઃ અમેરિકામાં પોલીસની બર્બરતાનો શિકાર બનેલા જ્યોર્જ ફ્લૉઇડના મોત હજુ પણ ધમાલ ચાલુ જ છે, આખા દેશમાં પ્રદર્શનો થઇ રહ્યાં છે, એટલુ જ નહીં દુનિયાભરમાં પણ આ ઘટનાને લઇને અવાજો ઉઠી રહ્યાં છે, સાથે સાથે અશ્વેત નાગરિકોની સાથે થઇ રહેલા વ્યવહારોને પણ ખતમ કરવાની માંગ ઉઠી કરી છે.
આ મામલે ભારતમાં પણ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી કેટલાક સ્ટાર્સ આના વિરુદ્ધ સોશ્યલ મીડિયા પર પોતાનો અવાજ ઉઠાવી રહ્યાં છે. આ બધાની વચ્ચે કંગના રનૌતે બૉલીવુડ સ્ટાર્સને પુછ્યુ કે પોતાના જ દેશમાં સાધુઓની હત્યા પર તેઓ કેમ કંઇ બોલતા ન હતા?
બૉલીવુડ સ્ટાર કરીના કપૂર ખાન, પ્રિયંકા ચોપડા, કરણ જોહર, દિશા પટ્ટણી સહિતના કેટલાક સેલિબ્રિટીઓએ સોશ્યલ મીડિયા દ્વારા અમેરિકામાં ચાલી રહેલા આંદોલનનુ સમર્થન કર્યુ હતુ. જોકે હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની ક્વિવ કંગના રનૌતે તેમને આ વલણ સામે સવાલો ઉભા કર્યા છે.
પિંકવિલા સાથે વાત કરતા કંગના રનૌતે કહ્યું કે બે અઠવાડિયા પહેલા એક સાધુની મૉબ લિંચિંગ થઇ હતી, પણ કોઇએ કંઇ ન હતુ કહ્યું, આ બધુ મહારાષ્ટ્રમાં થયુ હતુ, મોટાભાગના સેલિબ્રિટીઓ ત્યાં જ રહે છે. કંગનાએ આરોપ લગાવ્યો કે બૉલીવુડ સેલિબ્રિટી માત્ર વહેતી ગંગામાં હાથ ધોઇ લે છે, જેથી તેમને બે મિનીટની ફેમ મળી જાય. કંગનાએ સાથે મોટો હુમલો પણ કર્યો, કહ્યું- ઇન્ડસ્ટ્રીના લોકોમાં આઝાદી પહેલાની ગુલામી ભરેલી પડી છે. એટલા માટે સફેદ લોકોના ચલાવેલા અભિયાનનો ભાગ બનવાનુ પસંદ કરે છે.
ઉલ્લેખનીય છે કે, બે મહિના પહેલા મહારાષ્ટ્રમાં સાધુઓની હત્યા થઇ હતી, અને બૉલીવુડ સેલિબ્રિટીઓ તેના પર મૌન રહી હતી. બન્ને સાધુઓની લોકોએ મારમારીને જાહેરમાં હત્યા કરી નાંખી હતી.
જ્યોર્જ ફ્લૉઇડ મોત પર બૉલીવુડ સ્ટાર્સની પૉસ્ટથી ભડકી આ અભિનેત્રી, બોલી- સાધુઓની હત્યા થઇ ત્યારે ક્યાં હતા?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
03 Jun 2020 10:12 AM (IST)
બૉલીવુડ સ્ટાર કરીના કપૂર ખાન, પ્રિયંકા ચોપડા, કરણ જોહર, દિશા પટ્ટણી સહિતના કેટલાક સેલિબ્રિટીઓએ સોશ્યલ મીડિયા દ્વારા અમેરિકામાં ચાલી રહેલા આંદોલનનુ સમર્થન કર્યુ હતુ. જોકે હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની ક્વિવ કંગના રનૌતે તેમને આ વલણ સામે સવાલો ઉભા કર્યા છે
- - - - - - - - - Advertisement - - - - - - - - -