Kangana Ranaut Instagram: બૉલિવૂડ અભિનેત્રી કંગના રનૌત અભિષેક સમારોહના બે દિવસ પહેલા અયોધ્યા પહોંચી હતી. કંગના રનૌત સતત અયોધ્યાની પોતાની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. તાજેતરમાં અભિનેત્રીએ એક નવું અપડેટ આપ્યું છે, જેમાં કંગનાએ રામ મંદિર અયોધ્યાની ઝલક બતાવી છે. તાજેતરના ફોટામાં, કંગના રનૌત સારી રીતે સજ્જ પરંપરાગત અવતારમાં રામ મંદિરની સામે ઉભી જોવા મળે છે.


કંગના રનૌતે બતાવી રામ મંદિરની ઝલક 
કંગના રનૌતે ઈન્સ્ટાગ્રામ પર પોતાની કેટલીક તસવીરો શેર કરી છે. લેટેસ્ટ તસવીરોમાં અભિનેત્રી રામ મંદિરની સામે પૉઝ આપતી જોવા મળે છે. રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહની સુરક્ષા વ્યવસ્થા પણ કંગનાની પોસ્ટમાં દેખાઈ રહી છે. રામ મંદિરની ઝલકની સાથે અભિનેત્રીએ તેના લુકના ક્લોઝ ફોટો પણ શેર કર્યા છે. અભિનેત્રી ક્રીમ -ગૉલ્ડન રંગની સાડી પહેરેલી જોવા મળે છે, જેના પર 'રામ' લખેલું છે. ઉપરાંત, અભિનેત્રીએ લીલા રંગના પથ્થરોનો નેકલેસ પહેર્યો છે અને સ્ટાઇલ સાથે તેના પરંપરાગત દેખાવને પૂર્ણ કર્યો છે. નેટીઝન્સ કંગના રનૌતની લેટેસ્ટ તસવીરો પર જય શ્રી રામનું નામ લેતા જોવા મળે છે.






--


અયોધ્યામાં રામ ભક્તિમાં લીન થઇ કંગના રનૌત, ઝાડૂથી મંદિરની સફાઇ કરી - હવન કર્યુ, તસવીર આવી સામે


બૉલિવૂડ અભિનેત્રી કંગના રનૌત આજે અયોધ્યા પહોંચી છે, આવતીકાલે અયોધ્યામાં ભગવાન શ્રી રામનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે, જેમાં હાજરી આપવા કંગના રનૌત આજથી અયોધ્યામાં છે. તે 22 જાન્યુઆરીએ રામલાલાના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં ભાગ લેશે, પરંતુ તે પહેલા પણ તે રામની ભક્તિમાં તલ્લીન જોવા મળી હતી. તેમણે હનુમાન ગઢીની મુલાકાત લીધી અને ત્યાં તેને ઝાડું ફેરવ્યુ, કચરો વાળ્યો હતો અને બાદમાં મંદિરમાં હવન પણ કર્યુ હતુ. તેણે સોશિયલ મીડિયા પર કેટલાક ફોટા શેર કર્યા છે, જેનું કેપ્શન લખ્યું છે - 'આવો રામ આવો.'



 


રામ મંદિરના ઉદ્ઘાટન પહેલા કંગના રનૌતે હનુમાન ગઢીની મુલાકાત લીધી હતી. તેણે ત્યાં સફાઈ પણ કરી. જો કે, કેટલાક યૂઝર્સ એવું પણ કહી રહ્યા છે કે ભારે મેક-અપ, જ્વેલરી અને સનગ્લાસ પહેરીને મંદિરની સ્વચ્છતા બતાવવામાં આવી રહી છે.



 


કંગના રનૌતે કહ્યું, 'અમે અમારી સ્વચ્છતા અભિયાન દ્વારા લોકોને પ્રેરિત કરવા માંગીએ છીએ... શહેરમાં બ્યૂટીફિકેશન સાથે અયોધ્યા ખરેખર સુંદર લાગી રહી છે...'


અભિનેત્રીએ એમ પણ કહ્યું કે, 'અયોધ્યાને દુલ્હનની જેમ સજાવવામાં આવી છે. વિવિધ સ્થળોએ ભજન અને યજ્ઞોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. એવું લાગે છે કે આપણે 'દેવલોક' સુધી પહોંચી ગયા છીએ... જે લોકો આવવા નથી માંગતા તેમના વિશે અમે કંઈ કહી શકતા નથી. અત્યારે અયોધ્યામાં આવીને બહુ સારું લાગે છે...'



 


કંગનાએ ઈન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો પણ શેર કરી છે, જેમાં તે રામભદ્રાચાર્યને મળી રહી છે. તેણીએ હવનમાં પણ ભાગ લીધો હતો. તેણે કેપ્શનમાં લખ્યું, 'આવો મારા રામ. આજે પરમ પૂજનીય શ્રી રામભદ્રાચાર્યજીને મળ્યા અને તેમના આશીર્વાદ લીધા. તેમના દ્વારા આયોજિત શાસ્ત્રવત સમૂહ હનુમાન જી યજ્ઞમાં ભાગ લીધો. અયોધ્યા ધામમાં શ્રી રામનું સ્વાગત કરવામાં દરેક લોકો ખુશ છે. કાલે અયોધ્યાના રાજા લાંબા વનવાસ પછી પોતાના ઘરે આવી રહ્યા છે. આવો મારા રામ, આવો મારા રામ.