મુંબઇઃ બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌત વારંવાર પોતાના નિવેદનના કારણે ચર્ચામાં રહે છે. હવે કંગના રનૌત મુંબઇના ખાર પોલીસ સ્ટેશનમાં પહોંચી છે. અહી એક પોસ્ટના કારણે કંગના વિરુદ્ધ એફઆઇઆર દાખલ થઇ છે. કંગનાએ પોસ્ટમાં કથિત રીતે ખેડૂત આંદોલનને અલગાવવાદી ગણાવ્યા હતા. હવે તપાસ અધિકારીએ આ મામલામાં કંગનાનું નિવેદન રેકોર્ડ કરશે.


25 જાન્યુઆરી સુધી બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌતને આ મામલામાં ધરપકડ સામે રક્ષણ મળ્યું છે. સીઆરપીએફના અધિકારીઓએ કંગનાને એસ્કોર્ટ કરી હતી કારણ કે તેની પાસે Y+ સિક્યોરિટી છે. એક શિખ સંગઠને કંગના રનૌત વિરુદ્ધ આ ફરિયાદ દાખલ કરી હતી. સંગઠને આરોપ લગાવ્યો હતો કે કંગના પોતાના ઇન્સ્ટાગ્રામ પોસ્ટથી ખેડૂત આંદોલનને ખાલિસ્તાની આંદોલન ગણાવ્યું હતું.


મુંબઇ પોલીસે કંગના રનૌતને આ મહિનામાં પૂછપરછ માટે નોટિસ મોકલી હતી. આ પ્રથમ કેસ નથી જેમાં કંગના વિરુદ્ધ કેસ દાખલ કરાયો છે. અગાઉ પણ અલગ અલગ કારણોથી કંગનાને પોલીસ કાર્યવાહીનો સામનો કરવો પડ્યો છે.


બાદમા કંગનાનું એકાઉન્ટ ટ્વિટર પરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું છે. કંગના રનૌતે બાદમાં ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ શરૂ કરી દીધી હતી. તે ઇન્સ્ટાગ્રામ પર સતત નિવેદનો આપતી રહે છે. નોંધનીય છે કે પંજાબમાં કંગનાનો ખેડૂતોએ વિરોધ કર્યો હતો.


 


કયા દેશમાં હવે દરેકને એક ગ્લાસ વધારે દૂધ પીવુ પડશે, કેમ ખુદ વડાપ્રધાને આપ્યો આવો આદેશ, જાણો વિગતે


 


Omicron Variant: દેશનાં આ રાજ્યમાં 'ઓમિક્રોન વિસ્ફોટ', એક જ દિવસમાં 33 નવા કેસ મળતા ખળભળાટ


 


કોરોના સંક્રમણ ફરીથી વધતાં ઓફલાઇન શિક્ષણ મુદ્દે જીતુ વાઘાણીએ શું કરી મોટી જાહેરાત?


 


India Corona Cases: દેશમાં કોરોનાના કેસમાં આવ્યો ઉછાળો, જાણો ઓમિક્રોનના કેસ કેટલા થયા ?