અભિનેત્રી કંગના રનૌતે મહિલા પહેલવાન બબિતા ફોગાટ અને બહેન રંગોલી ચંદેલના સપોર્ટમાં એક ટ્વીટ કર્યુ હતુ. કંગનાએ રંગોલીના એકાઉન્ટ સસ્પેન્ડ કરવાને લઇને ગુસ્સો ઠાલવ્યો હતો, અને વીડિયો શેર કર્યો હતો.
આ વીડિયોમાં કંગનાએ અંતમાં બબિતા ફોગાટનો ખુલ્લો સપોર્ટ કર્યો હતો, તેના મતે ધમકીઓથી ડરવાની ના પાડી દીધી હતી. કંગનાએ સરકારને અપીલ કરી હતી કે, બબિતા ફોગાટને સુરક્ષા આપે. સાથે તેને એવુ પણ કહ્યું કે ભારતમાં ટ્વીટર જેવી રાષ્ટ્રવિરોધી સોશ્યલ મીડિયાને પુરેપુરી બંધ કરી દેવી જોઇએ, આની જગ્યાએ કોઇ સ્વદેશી પ્લેટફોર્મ લાવવુ જોઇએ.
નોંધનીય છે કે, પહેલવાની છોડીને રાજનીતિમાં આવેલી દંગલ ગર્લ બબિતા ફોગાટ પર સોશ્યલ મીડિયા દ્વારા નફરત ફેલાવવાનો આરોપ લાગ્યો હતો. એટલુ જ નહીં #Suspendbabitaphogat ટ્રેન્ડ પણ થઇ રહ્યું હતુ. બાદમાં બબિતા ફોગાટ પર કાર્યવાહી થઇ હતી. બબિતાએ તબલીગી જમાતીઓ મામલે એક ટ્વીટ કર્યુ હતુ. જે ચર્ચાનો વિષય બન્યુ હતુ.