બોલિવૂડ: એક્ટ્રેસ કંગના રનૌતે સોશિયલ મીડિયા પર તેમની માતાની એક તસવીર શેર કરી છે. આ ફનિ તસવીરને જોઇને તેમના ફેન્સ હસવાનું રોકી ન શક્યાં, તો કંગના પણ ખુદ તસવીર જોઇ ખુદ ખડખટાડ હસી પડી.

થયું કંઇક એવું કે, કંગનાના મમ્મીને કિચનમાં ખૂબ જ ઠંડી લાગતી હતી. તેથી તેમણે બહાર તાપમાં રસોઇ બનાવવાનું નક્કી કર્યું. આ સાથે કંગનાની માતાએ આંગણામાં જે રીતે કિચન સેટઅપ ઉભું કર્યું છે. તે ખરેખર ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ છે.

કંગનાએ જે તસવીર શેર કરી છે. તેમાં માતાએ હવન કુંડમાં ઉપર સ્ટવનું સ્ટેન્ડ રાખીને આંગણામાં ચૂલો બનાવ્યો છે.. આ જુગાડુ સ્ટવ પર તેમણે તવી મૂકી છે. જેના પર તે મકાઇની રોટલી બનાવી રહી છે, જેને તાવેથાથી પલટાવી રહી છે. આ તસવીર સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ છે.

કંગનાએ ફોટો કેપ્શમાં લખ્યું છે કે, “મમ્મી સાથે જ્યારે વાત થઇ તો, તેમણે જણાવ્યું કે, આંગણામાં સવારના તાપમાં જ રસોઇ કરી રહી છું. મને કિચન સેટિંગ જોવાની જિજ્ઞાસા જાગી. જ્યારે મેં આ કિચન સેટિંગનો ફોટો મંગાવ્યો તો હું મારૂ હસવાનું રોકી ન શકી. મારી મા પર મને ગર્વ છે. જે દરેક નાની-મોટી મુશ્કેલીનો મજેદાર હલ શોધી કાઢે છે. આ મજેદાર જુગાડ પણ અદભૂત છે”


વર્કફ્રન્ટની વાત કરીએ તો કંગના રનૌત ફિલ્મ થલાઇવીમાં જોવા મળશે. આ ફિલ્મનું શૂટિંગ પૂર્ણ થઇ ગયું છે. હાલ પોસ્ટ પ્રોડક્શનનું કામ ચાલી રહ્યું છે. આ ફિલ્મમાં તે જયલલિતાની ભૂમિકા અદા કરી રહી છે. આ સિવાય ફિલ્મ ધાકડ અને તેજસ ફિલ્મમાં પણ તેમની મહત્વપૂર્ણ ભૂમિકા છે.