જ્યારે નોરા ફતેહી એવોર્ડ શોના સ્ટેજ પર પહોંચે છે તો રાજકુમારના સવાલ પર કહે છે કે, એવું નથી રાજ સૌથી પહેલા તમારે એ તમામ એક્ટ્રેસને સ્ટેજ પર બોલાવવી પડશે જે નોમિનેશનમાં સામેલ છે. એ તમામને પહેલા મારા સ્ટેપ કરીને દેખાડવા પડશે. જેમાં અનન્યા પાંડે, અંકિતા લોખંડે અને અન્ય એક્ટ્રેસ સામેલ હતી. બાદમાં નોરા સ્ટેજ પર તમામ એક્ટ્રેસને પોતાના ગીત હાય ગર્મી પર પોતાના ડાન્સ સ્ટેપ શીખડાવતી જોવા મળે છે.
નોરા સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે અને પોતાની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફ સાથે જોડાયેલી તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે. નોરા પોતાના આગામી પ્રોજેક્ટને લઈ ખૂબ જ વ્યસ્ત છે. નોરા છેલ્લે બોલીવૂડ ફિલ્મ એબીસીડી3માં જોવા મળી હતી.